લીઝપટ્ટાની ગેરકાયદેસરતાનો પરપોટો ફુટ્યો:ભાજપના ઉચ્ચ આગેવાન સંકળાયેલા હોવાથી નિયમો નેવે મુકી મુદત રીન્યુ કરી

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લીઝપટ્ટામાં જાહેરમાં ગંભીર વહીવટ બહાર પડ્યો
  • ​​​​​​​ત્રાહિત વ્યક્તિએ વહીવટદાર તરીકે મંજૂરી માંગી અને મ્યુ. સભાએ આંગળી ઉંચી કરી ગેરવહિવટ કર્યો

ભાવનગર કોર્પોરેશનની માલિકીની જમીન જુદા જુદા હેતુસર લીઝ પર આપવામાં આવે છે. અંદાજિત 2500 જેટલી જમીન લીઝ પટ્ટા પર આપેલી છે. લીઝ પટ્ટાની મુદત રીન્યુ કરવા અને હેતુફેર કરવામાં શાસક પક્ષ વર્ષોથી ખરડાયેલું છે. તેમાં પણ આજે શહેરના રૂવાપરી રોડ પરના ઔદ્યોગિક હેતુ માટેના ફાળવેલા લીઝ પટ્ટાને પટ્ટેદાર કે ધારણકર્તા સિવાય અથવા તો કોઈપણ જાતની સત્તા સોપ્યા સિવાય ત્રાહિત વ્યક્તિને વહીવટદાર બનાવી જગજાહેર ગેરકાયદેસર સાબિત કરવા છતાં રીન્યુ કરવામાં આવ્યું.

ભાજપના જ ઉચ્ચ આગેવાન આ લીઝપટ્ટામાં સંકળાયેલા હોવાથી કોર્પોરેશનના ભાજપના સભ્યોની નારાજગી વચ્ચે સાધારણ સભામાં મંજૂર કરાયો હતો.કોર્પોરેશનના લીઝ પટ્ટા રીન્યુ કરવા અને હેતુફેર કરવામાં અધિકારીઓ, પદાધિકારીઓ અને રાજકીય સંગઠન આર્થિક વહીવટ કરતા હોવાના ખુલ્લેઆમ આક્ષેપો થતા રહ્યા છે. પરંતુ આજે મળેલી સાધારણ સભામાં તો જેને મંજૂરી આપી શકાય તેવી કોઇ શક્યતા જ નથી અને કાયદાકીય જોગવાઈ પ્રમાણે પણ મંજુર કરનાર સામે કોર્ટમાં પડકાર કરે તો મુશ્કેલી પડે તેવું છે તેને પણ આજે મંજૂર કરાયો હતો.

શહેરના રૂવાપરી રોડ પર આવેલા ફેક્ટરી પ્લોટ નં.એફ/64ના લીઝ પટ્ટાની મુદત ગત ફેબ્રુઆરી 2022માં પૂર્ણ થયેલ છે. જે લીઝપટ્ટો ભારતીય કેળવણી મંડળના નામે નોંધાયેલો છે. 1454.34 ચો.મી. ક્ષેત્રફળ ધરાવતા લીઝપટ્ટાની દોઢ લાખ જેટલી પેનલ્ટી વસૂલ કરી 30 વર્ષ માટે મુદત રીન્યુ કરવા દરખાસ્ત કરવામાં આવી હતી. પરંતુ લીઝ પટ્ટાની મુદ્દત રિન્યૂ કરવા ભારતીય કેળવણી મંડળના કોઈ ટ્રસ્ટી કે મૂળ માલિક દ્વારા સોગંદનામુ કરી કોઈ વ્યક્તિને સત્તાની સોંપણી પણ કરી નથી. તેવા ત્રાહિત વ્યક્તિ વહીવટદાર બની મુદત વધારવા માગણી કરી છે.

​​​​​​​જેનો પર્દાફાસ કોંગ્રેસના સભ્ય જયદીપસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યો હતો અને ખુદ અધિકારીએ પણ જાહેરમાં કોઈના નામના લીઝ પટ્ટાને અજાણ્યા વ્યક્તિ દ્વારા મુદ્દત રિન્યૂ કરવાની મંજૂરી માંગી નહીં શકે તેવુ સ્પષ્ટ સાબિત થવા છતાં લીઝ પટ્ટાની મુદ્દત રિન્યૂ કરવામાં આવી. મૂળ માલિકે સત્તા નહીં સોંપેલા વહીવટદારના નામે માત્ર એફિડેવીટ પરથી પટ્ટાની મુદ્દત રિન્યૂ કરવા ને મંજૂર કરવામાં આવ્યો હતો. આ લીઝપટ્ટામાં ભાજપના ઉચ્ચકક્ષાના હોદ્દેદાર અને પ્રજાના પ્રતિનિધિ સંકળાયેલા હોવાથી સાબિત થયેલી ગેરકાયદેસરતાને પણ બહાલ કરાયું હતું.

પટ્ટેદાર કે ધારણકર્તા જીવિત છે કે નહીં તે તંત્રને ખબર નથી
રૂવાપરી રોડ પર ઔધોગિક હેતુ માટે ફાળવાયેલા લીઝ પટ્ટાની મુદત રીન્યુ કરવાની તંત્ર દ્વારા કોઈપણ જાતની તપાસ કર્યા વગર રીન્યુ કરવા માટેની દરખાસ્ત પણ મોકલવામાં આવી હતી. ખરેખર જેમને પટ્ટો આપ્યો છે તે પટ્ટેદાર કે ધારણકર્તા હયાત છે કે નહીં તે પણ તંત્ર વાહકોને ખબર નથી. જેથી મંજૂર કરનાર સાથે દરખાસ્ત મોકલનાર પણ જવાબદાર બને. પટ્ટામાં ભારતીય કેળવણી ટ્રસ્ટ, ધારણકર્તા તરીકે સવજીભાઈ ચુનીભાઈ અમીન અને રવજીભાઈ ચુનીલાલ અમીનના નામ નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...