હાડમારી:ચૂંટણીના ચક્કરમાં રસ્તાઓ બંધ થતાં વાહન ચાલકોને હાડમારી

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાનના કાર્યક્રમના અનુસંધાને ગૌરવ પથનો એક તરફનો રસ્તો બંધ કરાતા શાસ્ત્રીનગર થી ચિત્રા ટ્રાફિક જામ
  • વિકાસની વાતો પહેલા જ હેરાનગતિ

આગામી વિધાનસભાની ચૂંટણીના ભાજપના ઉમેદવારોના પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ તારીખ 23 ના રોજ ભાવનગર ખાતે સભા સંબોધવા આવી રહ્યા છે જેની પૂર્વ તૈયારી માટે પોલીસ તંત્ર દ્વારા ગૌરવ પથનો એક તરફનો રસ્તો સાંજે બંધ કરી દેવાતા શાસ્ત્રીનગર થી ચિત્રા સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો.

જેને કારણે વાહન ચાલકોને ભારે હાડમારી ભોગવી પડી હતી.\n વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાનો આવતીકાલ બુધવારે ચિત્રા યાર્ડ સામે કાર્યક્રમ યોજાશે. તેઓ એરપોર્ટ થી ચિત્રા સુધી રોડ માર્ગે જ આવવા માટેની દ્વારા તૈયારી કરી છે. તેઓના રૂટ પરના માર્ગો પણ ટનાટન બનાવી દેવાયા છે. રુટ પરના ખાંચા ગલીઓ પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

પરંતુ આજે સાંજે આરટીઓ થી ચિત્રા સુધી એક તરફનો માર્ગ બંધ કરી દેવાતા શાસ્ત્રીનગર થી ચિત્રા સુધી ટ્રાફિક જામ થઈ ગયા હતા. ભાવનગર થી કામ ધંધો પૂરો કરી શિહોર અને નજીકના ગામડાઓમાં જઈ રહેલા શ્રમિકો પણ ટ્રાફિકમાં ફસાયા હતા. ઘણા વાહન ચાલકોને પોલીસ જવાનો સાથે રકઝક પણ થઈ હતી.

ચૂંટણી પ્રચાર અર્થે આવતા વડાપ્રધાનને કારણે લોકોએ હાડમારી ભોગવતા નારાજગી પણ ફેલાયેલી હતી. એક તરફ આ ગૌરવ પથ પર ફ્લાય ઓવરનું કામ શરૂ છે જેને કારણે વાહન વ્યવહારમાં મુશ્કેલી હતી જ તેમાં તંત્ર દ્વારા રસ્તા બંધ કરાતા પણ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...