પાણી સપ્લાય બંધ:વીજકાપને કારણે રવિવારે અડધા ભાવનગરમાં પાણી મળશે નહિ

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાળીયાબીડ, ઘોઘારોડ, દેસાઇનગર, ભરતનગર, ગાયત્રીનગર, તળાજા રોડ, તરસમીયા, સિદસર સહિત વિસ્તારમાં પાણી નહીં મળે

તા.9ને રવિવારના રોજ 66 કેવી સિદસર, ચિત્રા અને દેસાઈનગર સબ સ્ટેશનમાં સવારનાં 7 થી સાંજનાં 5 સુધી શટ ડાઉન હોવાથી તરસમીયા ફિલ્ટર પ્લાન્ટ, ચિત્રા ફિલ્ટર પ્લાન્ટ અને જેટકો ઈએસઆર પર તે સમય દરમિયાન પમ્પીંગ બંધ રહેશે. તરસમીયા ફિલ્ટર, ચિત્રા ફિલ્ટર, જેટકો ઈએસઆર પર થી અપાતા પાણી સપ્લાય પણ બંધ રહેશે. જેને કારણે રવિવારે અડધા ભાવનગરમાં પાણી મળશે નહીં.

વીજ પ્રવાહ બંધ રહેવાને કારણે ચિત્રા ફિલ્ટર પર થી ફુલસરનો સવારે 9 થી સાંજનાં 5 સુધીનો પાણી સપ્લાયબંધ રહેશે. જેટકો ઇએસઆર પર દેસાઈનગર, સરિતા, કુમુદવાડી, સોમનાથનગર, મિલ્ટ્રી સોસાયટી, ચંદ્ર દર્શન, નિર્ભય, નારેશ્વર, ગણેશનગર, શિક્ષક સોસાયટીનો પાણી સપ્લાય બંધ રહેશે. તથા સમગ્ર સીદસર ગામનો પાણી સપ્લાય પણ બંધ રહેશે. સવારનાં 7 થી સાંજનાં 6 સુધીનો આ તમામ વિસ્તારનો પાણી સપ્લાય બંધ રહેશે.

તરસમીયા ફિલ્ટર સમગ્ર ભરતનગર, શિવનગર, તળાજા રોડ, શિક્ષક સોસાયટી, કામિનીયાનગર, માલધારી, મેમન કોલોની, દેવરાજનગર, તરસમીયા ગામનો પાણી સપ્લાય બંધ રહેશે.ગાયત્રીનગર, મીરા પાર્ક, અખિલેશ સર્કલ, મીરા, ક્રિષ્ના, લાખવાડ, ધાવડીમાં ખાંચો, ચંદ્રમૌલી, સમગ્ર ઘોઘા રોડ વિસ્તાર, અક્વાડા ગામનો પાણી સપ્લાય બંધ રહેશે.

હિલડ્રાઈવ, ઈસ્કોન, માધવ, સવારે સપ્લાય થતાં કાળીયાબીડ, લખુભાહોલ વિસ્તાર, વિરાણી સર્કલ વિસ્તાર, સાગવાડી, શિવબાગ, કાળીયાબીડ ડી., નીલમણિનગર, માધવાનંદ, હરિૐ નગર વિગેરે વિસ્તારનો સવારનાં 7 થી સાંજનાં 6 સુધીનો પાણી સપ્લાય બંધ રહેશે. તખતેશ્વર ફિલ્ટર પ્લાન્ટ અને નીલમબાગ ફિલ્ટર પ્લાન્ટ પરથી અપાતા પાણી સપ્લાય રાબેતા મુજબ નિયમિત રહેશે તથા હાદાનગર, કુંભારવાડા સપ્લાય નિયમિત રહેશે. પાવર સપ્લાય આવ્યા બાદ સાંજ નાં 6 પછી પાણી મેળવતા વિસ્તાર માટે સપ્લાય રાબેતા મુજબ રહેશે.

ક્યાં કેટલું પાણી બંધ
તરસમીયા ફિલ્ટર પ્લાન્ટમાંથી ત્રણ ઇએસઆર દ્વારા વિતરિત થતું 50 MLD પાણી À ચિત્રા ફિલ્ટર પ્લાન્ટમાંથી બે ઈએસઆર દ્વારા વિતરિત થતું 20 MLD પાણી.

અન્ય સમાચારો પણ છે...