લોકડાઉન 4.0:મુંબઈમાં હેંગર ન હોવાથી 31મી મે સુધી હવાઈયાત્રા રદ્દ, હજી જળ અને હવાઈ સેવાના ઠેકાણાં નથી

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસના શહેરના પગલે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં લાદવામાં આવેલા લોકડાઉન માંથી નાગરિકોને રાહત આપી અને વાહન વ્યવહાર તથા હવાઇ સેવા પૂર્વવત કરવા માટે સરકારના પ્રયાસો આગળ ધપી રહ્યા છે. પરંતુ ભાવનગરના ભાગે જળ અને હવાઈ સેવા હજુ શરૂ થાય તેવા કોઇ એંધાણ નથી. ભાવનગર મુંબઇ વચ્ચે 25મી મેથી શરૂ થનારી હવાઈ સેવા  31મી મે સુધી રદ્દ કરવામાં આવી છે .
મુંબઈની હવાઈ સેવા ભાવનગરથી ઉપલબ્ધ થવાના અહેવાલ
એર ઇન્ડિયાની સબસિડી કંપની એલાયન્સ એર દ્વારા ભાવનગર મુંબઇ વચ્ચે 25મી મેથી હવાઈ સેવા પૂર્વવત કરવાની ઘોષણા કરવામાં આવી હતી અને તેના પગલે મુસાફરો દ્વારા પોતાની હવાઇ યાત્રાના બુકિંગ ઓનલાઇન કરવામાં આવી રહ્યા હતા. એલાયન્સ એરના ભાવનગરના સ્ટેશન મેનેજર અશોક સરકારના જણાવ્યા પ્રમાણે મુંબઈ ખાતે હેંગરની સગવડતા ઉપલબ્ધ નહીં હોવાથી ભાવનગર મુંબઈ વચ્ચેની હવાઈ સેવા 31મી મે સુધી રદ્દ કરવામાં આવી છે.ભાવનગર મુંબઇ વચ્ચે ના પ્રિન્ટ ફ્લાયર વિષ્ણુ કુમાર ગુપ્તાના જણાવ્યા પ્રમાણે મુંબઈની હવાઈ સેવા ભાવનગરથી ઉપલબ્ધ થવાના અહેવાલ મળવાથી અમે લોકોએ ટિકિટ બુક કરાવી હતી. પરંતુ કોઇ ટેકનિકલ કારણોસર આહવા યાત્રા એક સપ્તાહ સુધી રદ્દ કરવામાં આવી છે. ભાવનગરથી મુંબઈ વચ્ચે સવારની હવાઇ યાત્રા પણ ઉપલબ્ધ બને તો ઉદ્યોગકારોને પણ તેનાથી ખૂબ જ વધુ ફાયદો થઇ શકે તેમ છે.ઘોઘાથી દહેજ વચ્ચે ચાલતી જલસેવા રો પેક્સ ફેરી સર્વિસ અનિશ્ચિત મુદત માટે બંધ કરવામાં આવી છે, જ્યારે સડક માર્ગે જાહેર પરિવહનના માધ્યમ સૌરાષ્ટ્ર પૂરતું હજુ સીમિત છે તેથી નાગરિકોને પરિવહનના વિકલ્પો ખૂબજ ઓછા મળી રહ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...