કાર્યવાહી:ફાયર સેફટીના અભાવે પાર્ટી પ્લોટ, ગાર્ડન રેસ્ટોરન્ટ સહિતને સીલ માર્યા

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર બ્રિગેડની ટીમને મૂળ કામગીરીમાં જોતર્યા
  • શ્રી પાર્ટી પ્લોટ, મંગલમ હોલ અને સ્કાય વે ગાર્ડન રેસ્ટોરન્ટને નોટિસ છતાં ફાયર સેફટી ઇન્સ્ટોલ નહીં કરાતા કાર્યવાહી

ભાવનગર કોર્પોરેશન માં દબાણ હટાવની કામગીરી શરૂ થયા બાદ ફાયર બ્રિગેડ વિભાગને પોતાની મૂળ કામગીરી વિસરાવી દીધા બાદ પુનઃ ફાયર સેફટી માટે કામે લગાડ્યા છે. ગઈકાલથી શરૂ કરેલી કામગીરીમાં આજે પણ ગાર્ડન રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ અને મેરેજ હોલને ફાયર સેફટીના અભાવને કારણે સીલ મારવામાં આવ્યા હતા.

મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગ દ્વારા છેલ્લા બે દિવસથી એસેમ્બલી બિલ્ડીંગો એટલે કે, રેસ્ટોરન્ટ, જ્ઞાતિની વાડીઓ, ગાર્ડન રેસ્ટોરન્ટ, મેરેજ હોલ સહિતનાને અગાઉ ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ કરવા માટે નોટિસો આપી હોવા છતાં ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ નહીં કર્યા હોવાથી અંતે સીલ મારવામાં આવી રહ્યા છે.

જેમાં આજે ઇસ્કોન મેગાસિટી ખાતે શ્રી પાર્ટી પ્લોટ, ભરતનગર ખાતે મંગલમ હોલ અને રીંગરોડ પર હોટલ સ્કાય વે ગાર્ડન રેસ્ટોરન્ટને સીલ મારવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ નોટિસો આપી હોવા છતાં ફાયર ઇન્સ્ટોલેશન નહીં કરાવેલા હાયરાઈઝ બિલ્ડીંગ, હોસ્પિટલ, એસેમ્બલી બિલ્ડીંગ સહિતનાને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...