મુસાફરોને હાલાકી:જયપુર ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તર પશ્ચિમ રેલવે જયપુર ડિવિઝનના ખાતીપુરા સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની બે ટ્રેનો સંપૂર્ણપણે રદ તથા બે ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે આ અંગે ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદએ માહિતી આપી હતી.

પ્રભાવિત થવાની ટ્રેનોની વિગત
1. પોરબંદરથી ઉપડતી ટ્રેન નંબર 20937 પોરબંદર - દિલ્હી સરાય રૌહિલ્લા 07.01.2023, 10.01.2023, 14.01.2023 અને 17.01.2023 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
2. દિલ્હી સરાય રૌહિલ્લાથી ઉપડતી ટ્રેન નંબર 20938 દિલ્હી સરાય રૌહિલ્લા - પોરબંદર 09.01.2023, 12.01.2023, 16.01.2023 અને 19.01.2023ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.

ડાયવર્ટ કરાયેલી ટ્રેનો
1. 19.01.2023 ના રોજ પોરબંદરથી ઉપડનારી ટ્રેન નંબર 19269 પોરબંદર - મુઝફ્ફરપુર મોતિહારી એક્સપ્રેસ તેના હાલના રૂટ ફુલેરા જં. - જયપુર - અલવર - રેવાડી જં. ના બદલે ડાયવર્ટ કરવામાં આવેલા રૂટ ફુલેરા જં. - રીંગસ જં. - રેવાડી જં. થઇને ચાલશે.
2. 23.01.2023ના રોજ દિલ્હી સરાય રૌહિલ્લાથી ઉપડનારી ટ્રેન નંબર 20938 દિલ્હી સરાય રૌહિલ્લા - પોરબંદર એકસપ્રેસ તેના વર્તમાન રૂટ રેવાડી જંક્શન - અલવર - જયપુર - ફુલેરા જં. ને બદલે રેવાડી જંક્શન - રીંગસ જં. - ફુલેરા જં. થઇને ચાલશે.

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

અન્ય સમાચારો પણ છે...