નિર્ણય:ડ્રાઈવિંગ સ્કુલને પણ હવે લાયસન્સ આપવાની મંજૂરી, તમામ લીગલ ઓથોરિટી RTO પાસે જ

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેનિંગ સેન્ટરોએ જરૂર મુજબનું ઇન્ફ્રાસ્ટ્રકચર વસાવવું જરૂરી, RTO ખાતે વધુમાં વધુ 300 લોકોને લાયસન્સ ટેસ્ટ આપી શકાશે
  • નાના વાહનો માટે એક એકર અને મોટા વાહનો માટે બે એકર જમીન ફરજીયાત

રોડ અને પરિવહન મંત્રાલય દ્વારા હવે ડ્રાઈવિંગ સ્કુલ દ્વારા પણ ડ્રાઈવિંગ લાયસન્સ આપવામાં આવશે તેવો નિયમ જારી કરવામાં આવ્યો છે. ભાવનગર નાં લોકોએ હવે લાયસન્સ માટે આર.ટી. ઓ. ના ધક્કા નહિ ખાવા પડે. રોજિંદા ભાવનગર આર.ટી. ઓ ખાતે 101 જેટલા લોકો ટુ વ્હીલર નાં અને 73 જેટલા લોકો ફોર વ્હીલર નાં લાયસન્સ માટે આવે છે.

અહીંની કચેરી ખાતે રોજિંદા 300 લોકોની લાયસન્સ માટેની અપોઇન્ટમેન્ટ લેવાની લિમિટ છે. ત્યારે હવે ટ્રેનિંગ સેન્ટર કે ડ્રાઈવિંગ સ્કૂલો દ્વારા લાયસન્સ આપવાથી લોકોને આસાની રહેશે અને ડ્રાઈવિંગ સર્ટિફિકેટ પર આર.ટી. ઓ દ્વારા લાયસન્સ આપવામાં આવશે.

આ ટ્રેનિંગ સેન્ટરોએ સ્ટેટ ટ્રાન્સપોર્ટ અથોરીટી દ્વારા ડ્રાઈવિંગ ટેસ્ટ લઈ શકવાની ક્ષમતા માટે પરવાનગી લેવી પડશે. સરકાર નાં જણાવ્યા અનુસાર ટ્રેનિંગ સેન્ટર કે ડ્રાઈવિંગ સ્કુલે ઇન્ફ્રાસ્ટ્રકચર વસાવવું ફરજીયાત છે. જેમાં ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને લાઈટ મોટર વ્હિકલ માટે એક એકર અને ટુ- થ્રી વ્હીલર ઉપરાંત મીડિયમ કે હેવી પેસેન્જર કે ગુડ વ્હિકલ વગેરે માટે બે એકર જમીન હોવી ફરજીયાત છે.

ઉપરાંત પાર્કિંગ માટે પૂરતી જગ્યા હોવી પણ જરૂરી છે. ટ્રેનર ઓછામાં ઓછું 12મું ધોરણ પાસ હોય અને ઓછામાં ઓછો પાંચ વર્ષનો ડ્રાઈવિંગનો અનુભવ હોવો જરૂરી છે. નંબર 8 નાં આકાર નો રસ્તો, ઊંધા s નાં આકાર નો ટ્રેક, રિવર્સ ડ્રાઈવિંગ અને સ્લોપ માં ડ્રાઈવિંગ , બાયો મેટ્રીક સિસ્ટમ, ક્વાલીફાઈડ ઇન્સ્ટ્રક્ટર, ઈ- પેમેન્ટ, ઓનલાઇન ઈવેલ્યુએશન પ્રોસેસ હોવી ફરજિયાત છે.

હળવા મોટર વાહન ચલાવવા માટે, પાઠ્યક્રમની સમય મર્યાદા વધુમાં વધુ 4 અઠવાડિયાની હશે જે 29 કલાક સુધી ચાલશે. આ ડ્રાઈવિંગ સેન્ટર્સના પાઠ્યક્રમને 2 ભાગમાં વહેંચવામાં આવશે. થિયરી અને પ્રેક્ટિકલ. લોકોને તમામ પ્રકારના રસ્તા પર ગાડી ચલાવવા શીખવા માટે 21 કલાક ખર્ચ કરવા પડશે. થિયરીમાં સમગ્ર પાઠ્યક્રમના 8 કલાક રહેશે.

ભાવનગરમાં વાહનોની સંખ્યા

ટ્રેકટર19560
સ્કુટર430826
મોટર કાર66629
થ્રી વ્હીલર13472

માસિક લાયસન્સની સરેરાશ

ટુ વ્હીલર3053
ફોર વ્હીલર2208

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...