28 હજાર અકસ્માત ધુમ્મસને કારણે દર વર્ષે થાય છે અને 3 વર્ષમાં 48 હજારથી વધુના મોત થયા,13.6 ટકા માર્ગ અકસ્માતો ઇ.સ. 2020ની તુલનામાં એક વર્ષમાં વધી ગયા,55.9 ટકા અકસ્માતના કારણમાં વધુ ઝડપ. 27.5 ટકા રફ ડ્રાઇવિંગ અને ઓવરટેઇક,2021 માં વધુ માર્ગ અકસ્માત સાંજના 6 વાગ્યાથી રાતના 9 વાગ્યાની વચ્ચે નોંધાયા
યોગ્ય અંતર રાખો
ધુમ્મસ હોય ત્યારે મોટર કે બાઇક ડ્રાઇવ કરતી વખતે આગળ દોડી રહેલા વાહનથી યોગ્ય અંતર રાખવું આવશ્યક છે.
તમારી સાઇડ
ડ્રાઇવીંગનો પ્રથમ નિયમ છે કે તમારી સાઇડમાં જ ચલાવો. જેમ કે ભારતમાં ડાબી બાજુએ વાહન ચલાવવાનો નિયમ છે.
ફોગ લાઇટ
ધુમ્મસમાં ગાડી ડ્રાઇવ કરતી વખતે ફોગ લાઇટનો ઉપયોગ જરૂર કરો. વાહન પર રિફ્લેકટર પણ લગાવો.
ચેતવણી
જે રસ્તાઓ પર વારંવાર વળાંક આવે ત્યારે ઇન્ડિકેટર ચાલુ કરો અને હોર્ન વગાડો.કાચને પૂર્ણપણે સાફ રાખો.
સ્પિડ ધીમી રાખો
વાહનની ગતિ ઓછી રાખો, ઇમરજન્સી થાય તો મદદ માટે 108નો સંપર્ક કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.