અભાવ:ટ્રાફિકથી ધમધમતા રોડમાં ડ્રેનેજ કામ અને થયો ટ્રાફિક જામ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોર્પોરેશન દ્વારા ઘણીવાર આયોજનનો અભાવ જોવા મળે છે,જેથી તેનો ભોગ પ્રજા બને છે. શહેરના એમ.જી.રોડ પર આખો દિવસ હજારો વાહનોની અવરજવર રહે છે. ત્યારે આ રોડ પર ડ્રેનેજના પ્રોબ્લેમને કારણે રોડ વચ્ચે મોટો ખાડો ખોદ્યો છે. જેને કારણે રસ્તો સાકડો થઇ ગયો છે.

વાહનો ચાલી શકતા નથી. જેથી આખો દિવસ ટ્રાફિક જામ રહે છે તેમાં પણ ખાસ કરીને બપોરના સમયે વન વે ખુલે ત્યારે તો સામસામે આવતા વાહનોને કારણે ભારે હાડમારી વેઠી રહ્યા છે. આવા સમયે ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત હોય તો પણ રાહત રહે પરંતુ આ સમયે તે પણ નહીં હોવાથી વાહન ચાલકો તોબા પોકારી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...