તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિદ્ધિ:ડો.વિજરાજસિંહની FMGE પરીક્ષામાં સિદ્ધિ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગરના તબીબ વિજયરાજસિંહ ગોહિલે એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા લેવાતી એફ.એમ.જી.ઈ. પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવ્યું છે. ધારુકાના વતની આ તેજસ્વી વિદ્યાર્થી તબીબે 300માંથી 200 ગુણ મેળવી ગૌરવરૂપ સિદ્ધિ હાંસલ કરી છે.

ક્ષત્રિય સમાજમાં આ પરીક્ષામાં આટલા ગુણ મેળવનારા તેઓ પ્રથમ વિદ્યાર્થી છે. આ પરીક્ષાનું પરિણામ 10થી 15 ટકા જ આવે છે. ડો.વિજયરાજસિંહ લોકભારતી સણોસરાના પૂર્વ આચાર્ય જિતેન્દ્રસિંહ ગોહિલના પૌત્ર અને ડો.પ્રદીપસિંહ ગોહિલ(ઇસ્કોન, ભાવનગર)ના પુત્ર છે. હાલમાં ડો.વિજરાજસિંહ મેડિકલ કોલેજ અને સર ટી. હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ તરીકે સેવા ચાલુ કરશે. આ પરીક્ષા રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી મેડિકલની અત્યંત કઠીન ગણાય છે.

અન્ય સમાચારો પણ છે...