તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:ડો.નેહલ ત્રિવેદીને એશિયા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાના સંક્રમણના સમયગાળા દરમિયાન સમગ્ર વિશ્વને જે તકલીફોનો સામનો કરવો પડ્યો છે તે બાબતે ભારતમાં શૈક્ષણિક ક્ષેત્રે કેવા નવીનતમ ઉપાયો શિક્ષણ આપવા અને મેળવવા માટે કરવામાં આવ્યાં ? તે અંગે અભ્યાસુઓ દ્વારા ઇજનેરી, તબીબી, માનવવિદ્યા જેવા વિષયોમાં સંશોધનપત્રો તૈયાર કરવામાં આવ્યા હતા. ગત જાન્યુઆરી,2021માં કોવિડ-19 એન્ડ ઇટસ ઇમ્પેક્ટ વિષયમાં સૌથી વધારે 1400 જેટલા અભ્યાસુઓના સંશોધનપત્રો, 34 પ્રકરણ અને 80 સંપાદક દ્વારા એક પુસ્તક તૈયાર કરવામાં આવ્યું. આ પુસ્તકને એશિયા બૂક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

જેમાં સમગ્ર ગુજરાતમાંથી ભાવનગરની નંદકુંરવબા મહિલા કોલેજ ખાતે સમાજકાર્ય વિભાગના સંયોજક ડો.નેહલ ભરતભાઇ ત્રિવેદીએ આ પુસ્તકમાં આપેલા યોગદાન બદલ તેઓને એશિયા બૂક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડનું પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરવામાં આવ્યાં છે. સમગ્ર ગુજરાતમાંથી સમાજકાર્યના શિક્ષણ સાથે સંકળાયેલા અધ્યાપકોમાં આ પ્રકારનું સન્માન એક માત્ર ડો.નેહલ ત્રિવેદીને મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો