સેવા:ઉત્તરાયણ પર્વ પર ભાવનગરમાં ડૉક્ટર એમ.જી.સરવૈયાની ટીમે અનોખી સેવા બજાવી

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જે બાઈક સવારોએ બાળકોને આગળ બેસાડ્યા હતા તેઓને સમજાવી બાળકોને પાછળ બેસાડવા અનુરોધ કર્યો

કોરોનાની મહામારી વચ્ચે પણ ભાવનગર વાસીઓએ ઉત્તરાયણની ઉજવણી કરી હતી. વહેલી સવારથી જ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂકાઈ રહેલા પવન વચ્ચે પતંગ રસીકોએ પતંગ ઉડાડ્યા હતા. જોકે, આ દરમિયાન દોરી વાગવાના બનાવ બાળકોમાં ઓછા બને તે હેતુથી ડો.એમ જી સરવૈયાની ટીમ દ્વારા ઉત્તરાયણ પર્વ પર રોડ પર જે બાઈક સવારોએ બાળકોને આગળ બેસાડ્યા હતા. તેઓને સમજાવી બાળકોને પાછળ બેસાડવા અનુરોધ કરી અનોખી સેવા આપી હતી.

ભાવનગર શહેર ઘોઘા રોડ મંત્રેશ કોમ્પ્લેક્સ સર્કલ પાસે બાઈકની આગળની સીટ પર બાળકને બેસાડતા બાઈકચાલકના માતા પિતાને સમજવીને બાળકોને પાછળ બેસવા વિનંતી કરી હતી. આ સેવામાં ઘોઘા રોડના પાસે ડો.એમ.જી.સરવૈયા, ડો.પ્રવીણ વાઘેલા, ચંદ્રેશ ગેડીયા, પ્રિન્સ પ્રજાપતિ, પ્રદીપ વાવડીયા અને અનેક યુવાનોએ આ સેવાની કામગીરીમાં જોડાયા હતા.

રસ્તા ઉપર કપાઈને આવેલા પતંગ અથવા તો તાર પર લટકતી દોરીના પગલે ઇજાની ઘટનાઓ પણ સામે આવી છે. ભાવનગરની 108ની ટીમ પાસે 102 જેટલા કોલ જિલ્લાના કુલ ઈજાગ્રસ્તોના આવ્યા હોવાનું 108ના ભાવનગરના હેડ ચેતન ગાઢેએ જણાવ્યું છે. જેમાં 16 ગળામાં દોરીની ઇજાના છે, તો 36 ધાબા પરથી પડવાના તો રસ્તા પર દોડતા અકસ્માતના બનાવો 48 હોવાનું જણાવ્યું છે. જ્યારે ઇલેક્ટ્રિક તારમાંથી દોરી કાઢતા શોક કે ઇજા થવાના 2 બનાવો છે. દોરીની ઇજાથી 16 બનાવમાં વધુ ગંભીર 6 લોકો, રસ્તા પર દોડતા દોરી વાગતા ગંભીર 48 માંથી 17 લોકો હોવાનું સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...