તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:PNDT એક્ટના ભંગ બદલ ડો.મૈયાણીને 3 માસની સજા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 વર્ષ સુધી ક્યાંય કામગીરી કરી શકશે નહી

પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.સેલ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા ડો.ડી.ટી.મૈયાણી વિરૂધ્ધ કાયદાના ભંગ બદલ કાયદાકીય કાર્યવાહી કરાયેલી જેમાં હવે ભાવનગરના ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટે હુકમ કર્યો છે કે આ ગર્ભધારણ પછી અને જન્મ પહેલાં પરિક્ષણ તકનીકોના નિયમ અને જોગવાઇ અન્વયે ડો.ડી.ટી.મૈયાણી (મૈયાણી મેટરનીટી હોમ અને ફર્ટીલીટી કલીનીક, અભિષેક, માધવ કોમ્પલેક્ષ સામે, નિલમબાગ, ભાવનગર)ને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.એકટના નિયમના ભંગ બદલ શિક્ષાપાત્ર ગુન્હામાં દોષિત ઠરાવી ત્રણ માસની સાદી કેદની સજા તથા રૂા.10 હજારના દંડનો હુકમ કરવામાં આવે છે. જો આરોપી દંડની રકમ ન ભરે તો એકમાસની વધુ સજાનો હુકમ કરવામાં આવેલ છે. ડો.ડી.ટી.મૈયાણી જો દંડની રકમ ન ભરે તો 1 (એક) માસની વધુ સજાનો હુકમ કરવામાં આવેલ છે. આ તમામ સજાઓ એક સાથે ભોગવવાની રહેશે. આ કાયદા પ્રમાણે ગુજરાત મેડીકલ કાઉન્સીલ દ્વારા ડો.ડી.ટી.મૈયાણીનું મેડિકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન તા.7-4-2021 થી પાંચ વર્ષ માટે રદ કરવામાં આવેલ છે.

જેથી ડો.ડી.ટી.મૈયાણી-DGO લાયકાતને લગત કોઇપણ પ્રકારની કામગીરી પાંચવર્ષ સુધી કરી શકશે નહી તેમજ કોઇ સંસ્થા/કલીનીક/હોસ્પિટલ ખાતે પણ આ પ્રકારની કામગીરી કરવાની રહેશે નહી. જો કોઇ સંસ્થા/કલીનીક/હોસ્પીટલ ખાતે ડો.ડી.ટી.મૈયાણી-DGOને લગત કામગીરી કરતા જણાશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...