ભાવનગરનું નામ ઝળક્યું:આઇએમએનો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મેળવતા ડો.કૈરવી જોશી

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યું
  • ભારતમાં ચાર લાખ સભ્યો ધરાવતા વિશ્વના સૌથી મોટા તબીબી સંગઠન દ્વારા પ્રતિષ્ઠિત એવોર્ડ જાહેર

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઇએમએ)ના રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી ભાવનગરના તબીબી અને કોરોના વોરિયર ડો.કૈરવી જોશીને સન્માનિત કરાતા તબીબી જગતમાં સમગ્ર રાષ્ટ્રીય કક્ષાએ ભાવનગરનુ઼ નામ ગુંજ્યું છે. તાજેતરમાં આઇએમએની નેશનલ કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં ભાવનગર જિલ્લાના કોવિડ ટેસ્ટિંગ જ્યાં થાય છે તેવા માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડો.કૈરવી જોશીને પ્રેસિડેન્શિયલ એપ્રિસીએશન એવોર્ડ આપીને બિરદાવાયા હતા. જેથી ભાવનગરનું તબીબી ક્ષેત્રે ગૌરવ રાષ્ટ્રીય કક્ષાએ વધુ રોશન થયું છે.

ગુજરાતમાંથી ડો.કૈરવી જોશીની પસંદગી વર્ષ 2020-21 માટે કરવામાં આવી હતી. તેઅને કલ્ચરલ એક્ટિવીટી અને એજ્યુકેશનલ એક્ટિવીટી માટે રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મળ્યા છે. ભારતમાં અંદાજે ચાર લાખ સભ્ય ધરાવતા વિશ્વના સૌથી મોટા તબીબી સંગઠન એવા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનમાં ભાવનગરનું યોગદાન અનેરૂં રહ્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભાવનગરના વૂમન વિંગના પ્રેસિડેન્ટ તેમજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભાવનગરના પૂર્વ પ્રેસિડેન્ટ ડો.કૈરવી જોશીને આઇએમએ નેશનલ પ્રેસિડેન્ટ એપ્રિસીએશન એવોર્ડ ફોર કલ્ચરલ એક્ટિવીટી એવોર્ડ અર્પણ કરાયો છે.

આ અગાઉ ભાવનગરના કલેકટર અને કમિશનર દ્વારા તેમનું કોરોના વોરિયર તરીકે બહુમાન કરાયું હતુ. 25 જેટલી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પબ્લિકેશનમાં તેમના આર્ટિકલ પ્રસિદ્ધ થયા છે. ડો.જોશી આઇએમએ પ્રેસિડેન્ટશીપ વર્ષ 2018-19, ભાવનગર આઇએમએ ટીમને બેસ્ટ ટીમનો એવોર્ડ તેમજ અન્ય 4 મળીને કુલ 5 રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા હતા.

નેશનઇ આઇએમએ કલ્ચરલ કમિટિએ 2021ના છેલ્લાં 6 માસમાં દર 15 દિવસે લોક ઉપયોગી લાઇવ વર્કશોપ અને વેબિનાર યોજેલા જેમાં બીયોન્ડ મેડિસીન સિરીઝ અંતર્ગત મોબાઇલ, ફોટોગ્રાફી, ટેરેસ ગાર્ડનીંગ,બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, ગરબા, રંગોલી, દીપાવલી, મ્યુઝિક, નૃત્ય વિગેરેનો સમાવેશ થયો હતો. ડો.કૈરવી જોશીએ વેસ્ટ ઝોન કો-ઓર્ડિનેટર તરીકે મહત્વની કામગીરી બજાવી હતી. આ માટે મહત્વનો એવોર્ડ મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...