રાજકારણ:ગુજરાતના કોળી મતો અંકે કરવા સોગઠી , ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં ડો.ભારતીબેન શિયાળ સામેલ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર ગુજરાતમાંથી માત્ર ભાવનગરના સાંસદને પ્રતિનિધિત્વ
  • ભાજપનો આવકાર : આજે આતશબાજીનો પણ કાર્યક્રમ યોજાશે

ગુજરતમાં કોળી મતદારોના વર્ચસ્વને ધ્યાનમાં રાખી કુંવરજીભાઈ બાવળીયાને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવ્યા બાદ હવે ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં ગુજરાતમાંથી એકમાત્ર ભાવનગરના સાંસદ ડો.ભારતીબેન શિયાળની પસંદગી કરવામાં આવી છે. ભારતીબેન કોળી સમાજમાં પણ સારૂ એવું વર્ચસ્વ ધરાવે છે. જ્યારે કોંગ્રેસ પાસે કોઈ વગદાર કોળી નેતા નથી. એ દ્રષ્ટીએ આ નિમણુંકને સૂચક માનવામાં આવે છે.

 સમગ્ર ગુજરાતમાંથી એક માત્ર ભાવનગરના મહિલા સાંસદ ડો.ભારતીબેન શિયાળનો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠનમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેના સમાવેશ કરાયો છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડડાની વરણી બાદ તેમણે દિલ્લી ખાતે સમગ્ર રાષ્ટ્રિય ટીમની જાહેરાત કરી હતી જેમાં ભાવનગરના સક્રિય અને નિષ્ઠાવાન સાંસદ ભારતીબેન શિયાળની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવતા શહેર ભા.જ.પા.વતી કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, મંત્રી વિભાવરીબેન દવે, શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ,મહેશભાઈ રાવલ, રાજુભાઇ બાંભણીયા, મેયર મનહરભાઈ મોરી સહિતના આગેવાનોએ આવકારી હતી.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠનમાં ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળનો રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેના સમાવેશ કરવામાં આવતા શહેર ભા.જ.પા.દ્વારા આવતીકાલે રવિવારે સવારે 11 કલાકે શહેર ભા.જ.પા. કાર્યાલય ખાતે આતશબાજી રાખવામાં આવેલ છે

અન્ય સમાચારો પણ છે...