બેવડી ઋતુ:દિવસ અને રાતના તાપમાનમાં 11 ડિગ્રીનો તફાવત

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાવનગર શહેરમાં બપોરે તાપમાન ઘટીને 33.4 ડિગ્રી થઇ ગયું, પવનની ઝડપ ઘટીને માત્ર 4 કિલોમીટર નોંધાઇ

ભાવનગર શહેરમાં હવે ઋતુસંધી કાળ શરૂ થઇ ગયો છે જેથી બપોરે થોડી ગરમી અને રાત્રિના મોડેથી ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. આજે શહેરમાં બપોરના મહત્તમ અને રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન વચ્ચે 11 ડિગ્રી સેન્ટીગ્રેડનો તફાવત નોંધાયો હતો. જ્યારે પવનની ઝડપ માત્ર 4 કિલોમીટર થઇ ગઇ હતી. ભાવનગર શહેરમાં ગઇ કાલે બપોર મહત્તમ તાણમાન 35.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે 2.1 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 33.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ.

જ્યારે રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 21.6 ડિગ્રી હતુ તે આજે વધીને 22.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. ખાસ તો પવનની ઝડપમાં એક દિવસમાં શહેરમાં 10 કિલોમીટરનો ઘટાડો નોંધાયો હતો. ગઇ કાલે પવનની ગતિ વધીને 14 કિલોમીટર થઇ ગયેલી પે આજે ઘટીને માત્ર 4 કિલોમીટર નોંધાઇ હતી. જ્યારે શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ 55 ટકાએ યથાવત રહ્યું હતુ. આમ, આસોના મધ્યે હવે નગરજનો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે.

બપોરે તાપમાનમાં ઘટાડો
તારીખમહત્તમ તાપમાન
20 ઓક્ટોબર33.4 ડિગ્રી
19 ઓક્ટોબર35.5 ડિગ્રી
18 ઓક્ટોબર36.4 ડિગ્રી
અન્ય સમાચારો પણ છે...