ભાવનગર શહેરના યોગીનગર પાસે આવેલ એન જે વિદ્યાલય ખાતે ભારતીય માનક બ્યુરો (BIS) રાજકોટ ઝોનના સંયોજનથી માનક મિત્ર ડોર ટુ ડોર કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું હતું, આ રેલીનું પ્રસ્થાન ભાવનગરના પૂર્વ મેયર તથા ટ્રસ્ટી નિમુબેન બાંભણિયાએ લીલી ચંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
BISનો ડોર ટુ ડોર પ્રચાર
યોગીનગર પાસે આવેલ એન.જે.વિદ્યાલય ખાતેથી "માનક મિત્ર" ડોર ટુ ડોર રેલીનું પ્રસ્થાન કરી આજુબાજુ વિસ્તારમાં ફરી હતી અને 60 જેટલા માનક મિત્રો ઘરે ઘરે જઈ BIS સંસ્થા તથા હોલ માર્ક વિશે માહિતી આપી હતી તથા BIS એપ્લિકેશન વિશે જાણકારી પુરી પાડી હતી, અને કેમ્પેઇનમાં શાળાના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો તથા શિક્ષણગણો જોડાયા હતા.
માનક બ્યુરો (BIS) એટલે શું?
ભારતીય માનક બ્યુરો (BIS) વિષે વિસ્તૃત જાણકારી આપી હતી. જેમાં ગ્રાહક જે પણ વસ્તુ ખરીદે છે. જેમકે ઇલેક્ટ્રિક વસ્તુ, સોનાના આભુષણ, ખેતી માટે બિયારણ, ખાદ્ય સમગ્રી, ફર્નીચર વિગેરે વિગેરે, તે તમામ વસ્તુ ઉપર અલગ અલગ માર્કા હોય છે. જે માર્કા સરકારના વિવિધ એજન્સી દ્વારા વસ્તુ ઉત્પાદકના ત્યાં ચકાસણી કરીને ગુણવત્તા આધારે આપવામાં આવે છે. તે માર્કા વાળી જ ઉત્પાદક વસ્તુ ખરીદવી જોઈએ. તથા ભારતીય માનક બ્યુરો દ્વારા બનાવવામાં આવેલી મોબાઈલ એપ્લીકેશન વિષે વિસ્તૃતમાં જાણકારી આપી હતી. ગ્રાહક આ એપ્લીકેશનના માંધ્યમથી વસ્તુ ઉત્પાદકના માર્કાની ચકાસણી કરી શકે છે, ફરીયાદ પણ કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.