તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ:બુધેલને ટીપીમાં ના સમાવો, ખેડૂતોનો રોષ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટીપી સ્કીમ નં 22 માટે જમીન માલિકો સહિતનાની બેઠકમાં સરકાર સામે કર્યા આક્ષેપો, ખેડૂતોએ કર્યા સૂત્રોચ્ચાર
  • ટીપી જાહેર કરી સરકાર ઉંચી કિંમતે જમીન વેચે છે

બુધેલમાં ભાવનગર વિસ્તાર વિકાસ સતા મંડળ(બાડા) દ્વારા તૈયાર કરાયેલી ટીપી સ્કીમના મુસદ્દા માટે આજે શનિવારે બાડા દ્વારા ખેડૂતોની બેઠક બોલાવી ચર્ચા વિચારણા કરાઈ હતી. આ પ્રારંભિક બેઠકમાં જ ઉપસ્થિત તમામ ખેડૂતોએ એકસુર થઈ ટીપી સ્કીમનો વિરોધ કર્યો હતો અને જમીન આપવી નથી છતા છીનવી લેવા પ્રયાસ કરાતો હોવાનું જણાવી ખેડૂતોએ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. ખેડૂતોનો વિરોધ જોઈ બાડાના અધિકારીઓ સ્ટેજ છોડી નીચે ઉતરી ગયા હતા.

ભાવનગર વિસ્તાર વિકાસ સતા મંડળ તળે સમાવિષ્ટ બુધેલ ગામના કેટલાક સર્વે નંબરોને સમાવી સત્તા મંડળ દ્વારા મુસદ્દારૂપ નગરરચના યોજના નં 22 (બુધેલ)ના જમીન માલીકોની મીટીંગનું આયોજન આજે ભાવનગર ખાતે મોતીબાગમાં અટલબિહારી વાજપેયી ઓપનએર થિયેટર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ટીપી સ્કીમ નં 22માં સમાવિષ્ટ જમીનના માલિકો, હિત ધરાવતા સંબંધીતોના સૂચનો, લોકમત મેળવવા યોજનાની કામચલાઉ દરખાસ્તો સમજાવવામાં આવી હતી.

તેમજ ખેડૂતોના સૂચનો પણ મેળવ્યા હતા. આ તકે ઉપસ્થિત તમામ ખેડૂતોએ એક સુરે વિરોધ કરી ટીપી સ્કીમ જોતી જ નથી તેમ કહી સરકાર અને તંત્રની સામે સુત્રોચ્ચાર પોકાર્યા હતા. ખેડૂતોના મત અનુસાર કિંમતી જમીનમાં ટીપી સ્કીમ જાહેર કરી બાદમાં ઊંચી કિંમતે વેચવા કાઢી સરકાર પોતાનો વિકાસ કરી રહી છે. અગાઉ નારી ગામે પણ આમ થયું હોવાનો આક્ષેપ કરી ખેડુતોએ નેશનલ હાઇવે ઓથોરિટીએ જમીન સંપાદન કરી તેનું યોગ્ય પૂરું વળતર હજી નહિ મળ્યાનો આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો.

ખેડૂતોનો આક્રોશભેર વિરોધ જોઈ અધિકારીઓએ સમજાવવા પ્રયાસ કર્યા હતા. આખરે અધિકારીઓની કારી નહિ ફાવતા વધતા વિરોધના પગલે સ્ટેજ છોડી નીચે ઉતરી ગયા હતા. દરમિયાન બાડા તરફથી ઉપસ્થિત રહેલા અધિકારી ડામોરએ જણાવ્યું હતું કે, ખેડૂતોનો વિરોધ છે, આ બાબત બોર્ડ સમક્ષ મુકીશું. ખેડૂતોને લેખીતમાં આપવા જણાવાયું છે જેથી આગળ ઉપર તેઓની લાગણી પહોંચાડી શકાય.

અન્ય સમાચારો પણ છે...