PMના નિવેદન પર શક્તિસિંહે કહ્યું:'મહારાજા સાહેબના નાટકો ન હોય તેમણે કરેલા કામોને કરીને બતાવો'

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગરમાં બુધવારે પીએમ મોદીએ જાહેરસભાને સંબોધી હતી. આ સમયે ભાવનગરના મહારાજી કૃષ્ણકુમારસિંહજીને યાદ કર્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે, તે જ્યારે શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે એક નાટકમાં કૃષ્ણકુમારસિંહજીનું પાત્ર ભજવ્યું હતું. પીએમ મોદીના આ નિવેદન પર રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપતા કહ્યું હતું કે, મહારાજના નાટક ન હોય તેમણે કરેલા કામ કરીને બતાવો.

શહેર-જિલ્લામાં પણ ચુંટણી પ્રચાર વેગવંતો બન્યો
ગુજરાત વિધાનસભા 2022ની ચુંટણીમાં રાજ્યભરમાં જ્યારે રાજકીય પક્ષો દ્વારા ચુંટણી પ્રચારનો જોરશોરથી કરી રહ્યાં છે, ત્યારે ભાવનગર શહેર-જિલ્લામાં પણ ચુંટણી પ્રચાર વેગવંતો બન્યો છે, જેમાં આજે ભાવનગર ગારિયાધાર વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર દિવ્યેશ ચાવડાના સમર્થનમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું,

'મહારાજા સાહેબેને ભૂલીને ગાંઠિયા ગાંઠિયા કરતા હતા'
આ જાહેરસભામાં શક્તિસિંહ ગોહિલના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આ દેશના વડાપ્રધાનને ભાવનગર ત્રણ-ત્રણ વખત આવી ને સભા કરવી પડે હવે પ્રજા પણ સમજી ગઈ છે, અને વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન પહેલા આવ્યા ત્યારે મહારાજા સાહેબેને ભૂલી ગાંઠિયા ગાંઠિયા કરી ને ચાલ્યા ગયા હતા અને પછી બધાએ કહીયું અહીંયા મુશ્કેલી પડી ગઈ છે એટલે ફરી વાર પાછા આવું પડ્યું...! અને કહ્યું કે મહારાજા સાહેબનું નાટકમાં પાત્ર ભજવ્યું હતું..! મહારાજા સાહેબના નાટકો ન હોય મહારાજા સાહેબે કરેલા કામો કરીને બતાવો....

અન્ય સમાચારો પણ છે...