ધુમ્મસયુ વાતાવરણ:ધુમ્મસમાં એટલા ન ખોવાઈ જવાય કે પાસે બેઠેલ પોતાની વ્યક્તિ ને ન જોઈ શકો

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. શહેરના બોરતળાવ લેક ખાતે કંઇક અલગ અને સુંદર નજારો સર્જાયો છે. વરસાદ ન હોય ત્યારે દૂર દૂર સુધી પાણી અને વરસાદ બાદ નજર પહોંચે ત્યાં સુધી ધુમ્મસ નાં પટ જોવા મળે છે. ફક્ત એક નાનકડો બ્રિજ નજરે ચઢી રહ્યો છે. મનુષ્ય નાં મનનું પણ એવું જ છે. જ્યાં સુધી અહંકાર અને દંભનું ધુમ્મસ હોય ત્યાં સુધી બાજુમાં બેઠેલ પોતાના પણ ન દેખાય. મનુષ્ય પ્રેમમાં એકલો નથી રહી જતો એ સત્ય સમજવા માટે તેને પણ સમજણ નાં બ્રિજ ની જરૂર પડે છે. બાકી માણવા જેવી મોસમમાં પણ કપડાં ભીંજાય જાય છતાં મન કોરું રહી જાય તેવા લોકોની કમી નથી.

અન્ય સમાચારો પણ છે...