તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:61 દિવસ બાદ ભાવનગરમાં કોરોનાથી મોતનો કિસ્સો, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સને ભુલો નહી

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક જ દિવસમાં ગ્રામ્ય કક્ષાએ નવા ત્રણ પોઝિટિવ કેસ મળ્યા, કુલ 5 દર્દીઓ એક્ટિવ

ભાવનગર શહેર અને જિલ્લામાં આખો ઓગસ્ટ માસ કોરોનાનો મહેર શાંત રહ્યા બાદ આજે એક જ દિવસમાં ગ્રામ્ય તાલુકા કક્ષાએ કોરોના પોઝિટિવના નવા ત્રણ પોઝિટિવ કેસ મળ્યા તો 61 દિવસના લાંબા સમયગાળા બાદ ભાવનગરમાં કોરોનાથી સરકારી ચોપડે મોતનો એક કિસ્સો નોંધાયો હતો. આથી લોકોએ સચેત થવાની જરૂર છે કારણ કે કોરોના નો રોગચાળો ગયો નથી. આથી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભુલવું જોઇએ નહી. અન્યથા કોરોનાનો રોગચાળો પુન: વકરી શકે છે. ભાવનગર શહેરમાં આજે એક પણ નવો કેસ નોંધાયો નથી.

પણ ભાવનગર ગ્રામ્ય કક્ષાએ આજે એક સાથે ત્રણ નવા કેસ નોંધાયા છે જેમાં 2 મહિલા અને 1 પુરૂષ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા ત્રણેય દર્દીઓને સારવાર માટે દાખલ કરાયા છે. જ્યારે ગ્રામ્ય પંથકમાં જ આજે કોરોનાના પોઝિટિવ દર્દીનું મોત થતા 61 દિવસના લાંબા સમયગાળા બાદ ભાવનગરમાં કોરોનાથી સરકારી ચોપડે દર્દીનું મોત થયું છે. આ અગાઉ 3 જુલાઇના રોજ કોરોના પોઝિટિવના દર્દીનું મોત થયા બાદ આજે મોત થયું હતુ. આથી શહેર અને જિલ્લામાં કુલ મોતનો આંક 298ને આંબી ગયો છે.

ભાવનગર શહેરમાં રિકવરી રેઇટ 98.86 ટકાએ યથાવત છે. જ્યારે ગ્રામ્ય-તાલુકા કક્ષાએ આજ સુધીમાં કુલ 7433 કોરોનાો પોઝિટિવ કેસ નોંધાયા અને તે પૈકી 7291 દર્દીઓ સાજા થઇ જતા રિકવરી રેઇટ ઘટીને 98.09 ટકા થઇ ગયો છે. સમગ્ર જિલ્લામાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 21,444 કેસ નોંધાયા છે અને તે પૈકી 21,142 દર્દીઓ સાજા થઇ જતા જિલ્લા કક્ષાએ રિકવરી રેઇટ 98.59 ટકા થઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...