તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્તદાન:પ્લાઝમા અને લોહીનું દાન દર્દીનો જીવ બચાવે

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અત્યારે કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે તો સાજા થતાં દર્દીઓની સંખ્યા માં પણ વધારો થઈ રહ્યો છે. જે કોરોનાગ્રસ્ત વ્યક્તિ સાજા થઈ રહ્યા હોય તેઓના શરીર માં રહેલા એન્ટીબોડી બીજા કોરોના ગ્રસ્ત દર્દીને સારવાર માટે ખૂબ ઉપયોગી બને છે. કોરોના થી સાજા થાય બાદ ત્રણ મહિનાની અંદર વ્યક્તિ પ્લાઝમા નું દાન કરી શકે છે. પ્લાઝમા નું દાન કોરોના નાં દર્દીઓને અને લોહીનું દાન થેલેસેમિયા નાં દર્દીઓને સારવાર માં ઉપયોગી બને એમ છે. દાન તો ગુજરાતીઓના લોહીમાં છે તો લોહીનું દાન કેમ નહિ એ સૂત્ર સાથે કોઈ પણ માન્ય બ્લડ બેંક માં લોહીનું દાન કરવા માટે મહાનગરપાલિકાની આરોગ્ય કમિટી નાં ચેરમેન રાજેશભાઈ રાબડીયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...