તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:મહાપાલિકાના તમામ વોર્ડમાં કોળી જ્ઞાતિના મતદારોનું પ્રભુત્વ: ટિકીટ ફાળવણીમાં અસર

ભાવનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બિન સાંપ્રદાયિકતાનો ડોળ કરતા રાજકીય પક્ષો જ્ઞાતિવાદને શરણે
 • ભાજપે 14 અને કોંગ્રેસે 15 કોળી જ્ઞાતિના ઉમેદવારોને ટિકીટ આપી
 • 28 ટકા જેટલો ટિકીટ ફાળવણીમાં હિસ્સો લીધા બાદ પણ મહિલાઓને વધુ ટિકીટ આપ્યાનો વિવાદ

રાજકીય પક્ષો ચૂંટણી સમયે પણ બીનસાંપ્રદાયીક અને જ્ઞાતિવાડાથી પર હોવાનો ડોળ કરે છે પરંતુ ટીકીટ ફાળવણીમાં જ્ઞાતિ ફેક્ટર જ મહત્વનો રોલ ભજવે છે. મહાનગર પાલિકાના તમામ વોર્ડમાં કોળી જ્ઞાતિના મતદારો વધુ હોવાથી ભાજપે 14 અને કોંગ્રેસે કોળી જ્ઞાતિને 15 ટીકીટ ફાળવી હોવા છતા મહિલા ઉમેદવારોને વધુ ટીકીટ ફાળવી હોવાનો વિવાદ ઉભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ચૂંટણીમાં વિકાસ કાર્યો અને પડતર કાર્યો, ઉકેલ અને સમસ્યા કરતાં પણ ઘણીવાર જ્ઞાતિનું રાજકારણ ચડિયાતું બને છે. જ્ઞાતિના રાજકારણમાં ઘણીવાર રાજકીય પક્ષોએ પણ ઘૂંટણિયે પડવું પડે છે.

ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો 60 ટકા જેટલી વસ્તી કોળી સમાજની છે. પરંતુ મતદારોની દ્રષ્ટીએ 38 ટકા જેટલા કોળી સમાજના મતદારો છે. જેથી ભાજપ હોય કે કોંગ્રેસ કોળી સમાજના ઉમેદવારોને વધુ પ્રાધાન્ય આપતા હોય છે. આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ દ્વારા 14 ઉમેદવારો કોળી સમાજના ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે કોળી સમાજમાંથી 15 ઉમેદવારોની પસંદગી કરી છે.

ભાજપ દ્વારા ગત ટર્મમાં કોળી સમાજમાંથી 15 ઉમેદવારો પસંદ કર્યા હતા આ વખતે 14 ઉમેદવારોને કોળી સમાજમાંથી ટિકિટ આપી પરંતુ તેમાં માત્ર 5 પુરૂષ ઉમેદવાર અને 9 મહિલા ઉમેદવારની પસંદગી કરી છે. કોળી સમાજ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોવા સાથે મહિલાઓને વધારે ટીકીટ આપી હોવાનો વિવાદ ઉભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જ્યારે કોંગ્રેસમાંથી કોળી સમાજમાંથી 15 ઉમેદવારો પૈકી 7 પુરૂષો અને 8 મહિલાઓ છે.

રાજકીય પક્ષો દ્વારા દર વખતે ચૂંટણી પૂર્વે વાતો તો બીનસાંપ્રદાયિકતાની થતી હોય છે પરંતું જ્યારે ટીકીટની વહેંચણીનો વખત આવે ત્યારે ક્યા સમાજના કેટલા ટકા મતદારો છે તેના ઉપર સૌથી વધુ ધ્યાન આપવામાં આવે છે. આ વખતે જ્ઞાતિ ફેક્ટરને લઈને રાજકીય પક્ષો સામે વિરોધનો વંટોળ ફુંકાયો છે.

ક્યાં સમાજમાં કેટલા ઉમેદવારો

સમાજભાજપકોંગ્રેસ
કોળી1415
બ્રાહ્મણ88
પટેલ54
ક્ષત્રિય67
અનુ.જાતી56
વણીક31
વાણંદ11
સિંધી21
રજપુત31
માળી20
સાધુ10
માલધારી21
મોચી01
મુસ્લિમ06
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો