તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

181 મહિલા હેલ્પલાઇન:કોરોના કાળમાં ઘરેલું હિંસા વધી, આપઘાત કરવા જતા બે વ્યક્તિને 181 ટીમે બચાવ્યા

ભાવનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાજય સરકાર દ્વારા 181 દરેક માટે તદન નિ:શુલ્ક યોજના છે
 • ટીમે 2307 તૂટતા પરિવારને બચાવ્યા, ભાવનગર 2020માં 6420 જયારે 2019માં 6515 કોલ મળ્યા

સમગ્ર રાજય સહીત ભાવનગર શહેર-જિલ્લામાં મહિલાઅોને સુરક્ષિત કરવા માટે થઇને રાજય સરકાર દ્વારા 181 મહિલા હેલ્પલાઇનની શરુઅાત કરવામાં અાવી છે. જે તદન ફ્રી સેવા છે. અને તેનો દરેક વ્યકિત લાભ લઇ શકે છે. મહિલાઅો ઉપર થતા શારીરિક,માનસિક અત્યાચારો,છેડતી,સોશ્યલ મીડિયા ઉપર થતી પજવણી,ઘરેલું હિંસા,બાળ વિવાહ જેવી અનેક સમસ્યાઅોમાં સમાધાન માટે અભયમ સેવા મહિલાઅોની મદદ માટે 24 કલાક સેવા અાપતી રહે છે.

અા વર્ષે કોરોના મહામારી વચ્ચે પણ રાત-દિવસ વોરીયર્સ તરીકે તેમણે ફરજ નીભાવી છે. અને અનેક પરિવારોને તૂટતા બચાવ્યા છે. જેમાં ભાવનગર 181 અભયમ ટીમ દ્વારા 2020 ના વર્ષમાં 6420 કોલ મળ્યા હતા. જેમાં મોબાઇલ ફોન દ્વારા હેરાનગતિના-69, વ્યસન,અાલ્કોહોલ,દારૂના વ્યસની દ્વારા હેરાનગતિના-432, બાળ વિવાહની સમસ્યાના-3, ઘરેલું હિંસાના 2307 અને પડોશી ઝઘડાઅોના -349 મળીને કુલ 3160 કેસો સોલ્વ કર્યા હતા.

ખાસ કરીને જોઇઅે તો લોકડાઉન ને કારણે ઘરેલું હિંસાના કેસોમાં ગત વર્ષના કેસોની સરખામણીઅે વધારો જોવા મળ્યો હતો. લોકડાઉનમાં પરિવારમાં મહિલાઅો સામે અનેક સમસ્યાઅો અાવીને ઉભી હતી. જેના સુખદ સમાધાન માટે જિલ્લાની 181 મહિલા હેલ્પલાઇન ટિમ ખડે પગે રહી હતી.

181 ટીમ પીડિતાની અોળખ ગુપ્ત રાખે છે
રાજય સરકાર દ્વારા 181 મહિલા હેલ્પ લાઇન સેવા શરૂ કરી છે જે તદન નિ:શુલ્ક છે. જેનો વધારેમાં વધારે લાભ લેવાય ખાસ કરીને મહિલાઅો માટે અા સેવા ખુબજ લાભદાયક છે. અા સેવામાં જાણકારી અાપનાર કે પીડિતાની માહીતી ગુપ્ત રાખવામાં અાવે છે. અા સેવામાં મોબાઇલમાં મિસકોલ મેસેજ,ત્રાહીત લોકો દ્વારા હેરાન કરવામા અાવે છે. અેમના માટે પોલીસ વિભાગ ના સંકલનમાં રહીને પોલીસ સહયોગ ડેસ્કના માધ્યમ દ્ગારા ત્રાહીત લોકોને પાઠ ભણાવવામાં અાવે છે.> ચેતન ગાધે, 181 અભયમ મહિલા હેલ્પલાઇન, પ્રોગ્રામ મેનેજર ( ભાવનગર,બોટાદ,અમરેલી જિલ્લા)

અાપઘાત કરતા બે વ્યક્તિને ઉગાર્યા
અેક મહીલા બોરતળાવમા છલાંગ લગાવવા જતી હોવાની જાણ 181 ને થતા ટીમે તાત્કાલીક પહોંચી મહીલાને અાપઘાતમાંથી ઉગારી હતી. પાલિતાણા ડેમમા પડવા જતા અેક યુવાનને પણ 181ની ટીમે બચાવ્યો હતો.

સોશ્યલ મીડીયાનો ભોગ બનેલને બચાવાઇ
સોશ્યલ મીડિયા થકી મહીલાઅો વધુ પીડાતી હોય છે. અને સોશ્યલ મીડીયામાં માત્ર યુવતીઅો જ વધુ શીકાર બનતી હોય છે. જેમા શહેરના ઘોઘા સર્કલ વિસ્તારની અેક યુવતીને મહીલા હેલ્પલાઇનની ટીમે પોલીસની મદદથી બચાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો