તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાપનું રેસ્ક્યુ ઓપરેશન:મામલતદાર કચેરીમાં યુવતીના સ્કૂટરમાં સાપ ઘુસી જતાં દોડધામ

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલ શહેરમાં સાપ મળવાના રોજના 50 કોલ મળે છે
  • શહેરના સરિસૃપ પ્રેમીઓએ જીવ જોખમમાં મૂકીને અત્યંત ઝેરી સાપનું રેસ્ક્યુ ઓપરેશન

ભાવનગર શહેર સ્થિત એક સરકારી કચેરીમાં ફરજ બજાવતી યુવતીના સ્કૂટરમાં કયાકથી આવી ચડેલ અત્યંત ઝેરી સાપ ને શહેરના સરિસૃપ પ્રેમીઓએ પોતાનો જીવ જોખમમાં મૂકી કલાકોની મહેનત બાદ સુરક્ષિત બહાર કાઢી યુવતીને નિર્ભય કરી હતી.ચોમાસુ હોય શહેરના વિવિધ વિસ્તારોમાંથી દરરોજ 50થી વધુ રેસ્ક્યુ કોલ વોલેન્ટીયરોને મળી રહ્યાં છે. આવો જ એક કોલ ભાવનગરના સર્પ પ્રેમી હર્ષ મકવાણા ભાવેશ સોની તથા ટીમને મળ્યો હતો.

જે મુજબ શહેરના વિદ્યાનગર સ્થિત ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ફરજ બજાવતી અને એરપોર્ટ રોડપર લીલાં ઉડાન પાછળ રહેતી પ્રિયંકા બારૈયા ઘરેથી સ્કૂટર લઈ ગ્રામ્ય મામલતદાર કચેરીએ જોબ પર પહોંચી હતી જયાં સ્કૂટર પાર્ક કરી ડીકી ખોલી પર્સ લેવા જતાં પર્સ પાસે સાપ દેખાયો હતો. આથી યુવતીએ વિના વિલંબ કર્યે સહકર્મચારીઓને ફોટો બતાવી સઘળી વાત કરતાં એક અધિકારીએ વાઈલ્ડ લાઈફ વોલેન્ટીયર હર્ષ મકવાણાને કોલ કરતાં હર્ષ તથા ભાવેશ સોની તુરંત કચેરીએ પહોંચ્યા હતાં જયાં સ્કૂટરનુ પ્રાથમિક નિરિક્ષણ કરતાં સાપ નજરે ચડ્યો ન હતો.

આથી ગેરેજે મિકેનિકને સ્થળપર બોલાવી સ્કૂટરના પાર્ટ ખોલી અલગ કર્યા હતા અને બે કલાકની ભારે જહેમત બાદ બ્રેક લાઈટના પાછળના ભાગે આવેલ બોક્સ માથી અત્યંત ઝેરી ગણાતા અને તળપદી ભાષામાં “ફૂરસો” તરીકે ઓળખાતાં સાપને મહા મુસીબતે હેમખેમ બહાર કાઢ્યો હતો. આ ફૂરસા સાપને પકડી સુરક્ષિત નૈસર્ગિક સાનિધ્યમાં છોડી મુકવામાં આવ્યો હતો તથા યુવતીને પણ નિર્ભય કરી હતી.

આ પ્રકારના સાપ કોબ્રાથી પણ ખતરનાક
આ સાપ અંગે હર્ષ તથા ભાવેશ સોનીએ જણાવ્યું હતું કે આ સાપ ભાવનગર શહેરમાં માત્ર અમુક વિસ્તારોમાં ભાગ્યેજ જોવા મળે છે. હિમોટોકસીક વેનમથી લેસ આ સાપ બાઈટ કરે તો ભોગ બનાનારને અસહ્ય પિડા થાય છે અને અસંખ્ય એન્ટીવેનમના ડોઝ લીધાં બાદ મુશ્કેલીથી જીવ બચાવી શકાય છે. આ સાપ મુખ્યત્વે રણ પ્રદેશોમાં વધુ જોવા મળે છે અને માંડ એક વેત જેટલી લંબાઈ ધરાવે છે. પરંતુ તેનું ઝેર કોબ્રા સાપ કરતાં પણ વધુ ઘાતક હોય છે.

અન્ય સમાચારો પણ છે...