તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:વિદેશની ડિગ્રી ધરાવતા ડોક્ટર કોવિડ સહાયક તરીકે કામ કરી શકશે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં 2000 તબીબો છે જેઓની પાસે વિદેશી ડિગ્રી
  • ડોકટરની નિમણૂંક 90 દિવસ માટે રહેશે અને માસિક રૂપિયા 15,000 મહેનતાણું પણ આપવામાં આવશે

ગુજરાત સરકારના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ શનિવારે જાહેરનામું બહાર પાડીને કહ્યું છે કે વિદેશી યુનિવર્સિટીમાંથી મેડિકલની ડિગ્રી મેળવનારાં તબીબો પણ ગુજરાતમાં આગામી ત્રણ માસ માટે કોવિડ સહાયક તરીકે કોરોનાના દર્દીઓની સારવાર માટે કામ કરી શકશે. વિદેશી ડિગ્રી મેળવનારા તબીબોએ ભારતમાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરવા માટે એફએમજીઇની પરીક્ષા પાસ કરવાની રહે છે, પરંતુ આ પરીક્ષા આપી ન હોય કે તેમાં ઉત્તિર્ણ ન થયાં હોય તેવાં તબીબો પણ ભારતમાં આ કામ કરી શકશે.

શિવહરેએ હૂકમમાં જણાવ્યું છે કે તેઓની નિમણૂંક 90 દિવસ માટે રહેશે અને તે દરમિયાન તેઓને માસિક રૂ.15,000 મહેનતાણું પણ આપવામાં આવશે. 90 દિવસના આ ગાળા બાદ તેમની ફરજ આપોઆપ પૂર્ણ થયેલી ગણાશે. જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું કે ગુજરાતમાં આવાં અંદાજે 2000 જેટલાં કે તેથી વધુ તબીબો છે જેઓએ વિદેશી યુનિવર્સિટીમાંથી તબીબી ડીગ્રી હાંસલ કરી છે પરંતુ ભારતમાં પ્રેક્ટિસ કરી શકે તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...