આદેશ:રોગના કોઇ પણ ચિહ્ન જણાય તો બાળકોને શાળાએ મોકલવા નહીં

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન શિક્ષણ આપવાનું પણ ફરજિયાત
  • શાળાના તમામ શિક્ષકો અને કર્મચારીઓને રસીના બન્ને ડોઝ લઇ લેવા તાકીદ કરાઈ

માન્ય તમામ ધો.1થી 12ની શાળાઓમાં હવે પ્રત્યક્ષ શિક્ષણ કાર્યનો આરંભ થયો છે ત્યારે કોરોનાની લહેર સામે સાવચેતીના પગલે શૈક્ષણિક કાર્યમાં પૂરતી તકેદારી રાખવા માટે શિક્ષણ વિભાગના અધિક સચિવ ભાવેશ એરડાએ સૂચના આપી છે. જે મુજબ તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા વેક્સિનના બન્ને ડોઝ લીધા હોય તે સુનિશ્ચિત કરવામાં આવે તેમજ કોઇ પણ વિદ્યાર્થીમાં સંક્રમણના લક્ષણો જણાય તો તત્કાલ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.

શાળામાં કોઇ પણ વિદ્યાર્થીમાં કોઇ પણ રોગના લક્ષણો જણાય તો સંબંધિત DEO કે DPEOને ફરજિયાત જાણ કરવાની રહેશે. તેઓએ સ્થાનિક આરોગ્ય કેન્દ્રના સંપર્કમાં રહીને સંરક્ષણાત્મક પગલાં ઝડપથી લેવાના રહેશે.તમામ વાલીઓને અપીલ કરવામાં આવી છે કે કોઇ પરિવારમાં કોઇ પણ રોગના ચિહ્ન કે સંક્રમણના લક્ષણો જણાય તો તેવા સંજોગોમાં બાળકોને શાળામાં મોકલવા નહીં દરેક શાળાઅ. ઓફલાઇન શાળા સાથે ફરજિયાત રીતે ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા પણ ચાલુ રાખવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...