તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:આંગણવાડીના વર્કરોને કોવિડ કેન્દ્રોમાં આડેધડ ફરજ ન સોંપો

ભાવનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દૈનિક રૂા.300નું મહેનતાણું આપો
 • આંગણવાડી સંગઠન દ્વારા એપ્રિલમાં નિધન થયેલા કોરોના વર્કરોને વળતર ચૂકવવા માંગ

આંગણવાડી વર્કરો, હેલ્પરોને વેકેશન આવતા તથા આંગણવાડી કેન્દ્રનો સમય સવારનો કરવાની લેખિત અને ટેલિફોનિક રજૂઆતને સફળતા મળતા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા હવે એપ્રિલ માસમાં સાત આંગણવાડી વર્કરોના કોરોનાથી અવસાન થયા બાદ તેમને તાકીદે વળતર ચૂકવવા રજૂઆત કરાઈ છે.

આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે કોવિડ કેન્દ્રોમાં તેઓને આડેધડ ફરજો સોંપવામાં આવે છે જે પણ યોગ્ય નથી. ગત એપ્રિલ માસમાં 6 આંગણવાડી વર્કર બહેનોના મોત થયા હતા. આથી તેઓના પરિવાર દીઠ રૂા.25 લાખના વળતરની માંગ કરાઇ છે. અત્યાર સુધી બજાવેલ ફરજ માટે દૈનિક રૂપિયા 300નું મહેનતાણું આપવા માંગણી કરવામાં આવી છે.

સરકાર પાસે અન્ય હજારો કર્મચારીઓની ફોજ છે ત્યારે આ બહેનો પર જ કોવિડની કામગીરી બોજો ન નાખવા અને અન્યને પણ આ કામગીરીમાં સમાવવા આ રજૂઆતમાં સીટૂના મહામંત્રી અરૂણ મહેતાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો