તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:ગૌચરની જમીન મીઠા ઉદ્યોગને ન ફાળવો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાલ પંથકના ગામોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની મોટી સમસ્યા ઉદભવે છે ત્યારે આ પ્રશ્ન વધુ વિકટ ન બને તે માટે કાળાતળાવના ગ્રામજનો દ્વારા ખાર નંબર 1 માં મીઠા ઉદ્યોગ માટે જમીન નહીં ફાળવવા તેમજ આ જમીન ગૌચર માટે અનામત રાખવા મત્સ્ય ઉદ્યોગ નિયામકને રજૂઆત કરી છે.

ભાલ વિસ્તારના ગામોમાં વીસ હજાર એકર જમીન મીઠા ઉદ્યોગ માટે ફાળવી દીધેલ છે. કાળાતળાવ ગામની 1180 એકર જમીન મીઠા ઉદ્યોગને ફાળવી છે જેને કારણે છેલ્લા બે વર્ષથી ચોમાસામાં આખા વિસ્તારમાં પાણી ફરી વળે છે અને પાક પણ નિષ્ફળ ગયેલ છે. જેથી પ્રશ્નનો સંપૂર્ણ નિવેડો ન આવે ત્યાં સુધી ભાલ વિસ્તારમાં સરકારી પડતર કે ખાર નંબર 1માં કોઈ પણ નવી જમીન મીઠા ઉદ્યોગ માટે નહીં ફાળવવા રજૂઆત કરવામાં આવી છે. તદુપરાંત કાળા તળાવ ગામમાં મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતીનો છે. સરકારી આંકડા મુજબ 5823 જેટલા પશુધન છે. પાલ વિસ્તારમાં અગરો બનવાથી ખુલ્લી સરકારી જગ્યા તેમજ ગૌચરમાં પશુઓને ચરવા માટેની જગ્યા બચી નથી. ગૌચરની જમીન મીઠા ઉદ્યોગને ફાળવવામાં આવે તો પશુપાલકોને જીવવું પણ મુશ્કેલ થઈ પડે તેમ છે. ખાર નંબર 1 ની જમીન ગૌચર માટે અનામત રાખવા કાળા તળાવના માલધારી પશુપાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...