તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ડી.એન.એ. ટેસ્ટ માટે સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દીકરી પર દુષ્કર્મ મામલે પિતાની ધરપકડ
  • DNA રિપોર્ટ આવ્યા બાદ તથ્ય સામે આવશે મહિલા પોલીસ તપાસ ચલાવી રહી છે

સિહોરમાં પોતાની દિકરી પર દુષ્કર્મ આચરી માતા બનાવી હોવાના ચકચારી પ્રકરણમાં પોલીસ દ્વારા પિતાની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે મહિલા પોલીસ દ્વારા જુદાં-જુદાં એન્ગલથી તપાસ ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ત્રણેયના DNA સેમ્પલ ગાંધીનગર મોકલવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષથી પોતાની દિકરી પર દુષ્કર્મ આચરવાના ચકચારી બનાવ પ્રકરણે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે. હાલ આ કેસની તપાસ મહિલા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

જેના ભાગરૂપે એફ.એસ.એલ અધિકારી દ્વારા સ્થળ તપાસ કરી હતી. જ્યારે માતા, બાળક અને આરોપી પિતાના DNA ટેસ્ટ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. DNA ટેસ્ટ માટે ત્રણેયના સેમ્પલ લઈને ગાંધીનગર એફએસએલ લેબ ખાતે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જ સત્ય સામે આવશે કે આ બાળકનો પિતા કોણ છે. હાલ આ મામલે પીડિતા અને આરોપીના નિવેદનોના આધારે મહિલા પોલીસ અલગ-અલગ એન્ગલથી આ કેસની તપાસ ચલાવી રહી છે ત્યારે આ બનાવને પગલે DNA રિપોર્ટ બાદ કોઈ નવો વળાંક આવે તો નવાઈ નહી.

DNA રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે
પીડિતા અને આરોપીની પુછપરછ ચાલી રહી છે. DNA ટેસ્ટ માટે સેમ્પલિંગની કાર્યવાહી બાદ સેમ્પલ ગાંધીનગર એફએસએલ લેબમાં મોકલવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ જ બાળકનો પિતા કોણ છે તે સ્પષ્ટ થશે. આ મામલે હજુ આગળની તપાસ ચાલી રહી છે. - આર.પી.ગૌતમ, પીઆઈ-મહિલા પોલીસ

અન્ય સમાચારો પણ છે...