વિશેષ:દિવાળી ભેટ, વગર વરસાદે બોરતળાવ ત્રીજી વાર ઓવરફ્લો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોરતળાવના કેચમેન્ટ એરિયા નાના-મોટા ખોખરા, દેવગાણાના ડુંગરોમાંથી પાણીની સતત આવક શરૂ

ભાવનગરના ઘરેણા સમાન બોરતળાવમાં સૌની યોજનાનું પાણી આવ્યું અને થોડા દિવસની ટ્રાયલ કરી બંધ થયું પરંતુ ચોમાસામાં સારા વરસાદને કારણે આ વર્ષે બે વાર ઓવરફ્લો થયું હતું ત્યાં વગર વરસાદે આજે બોરતળાવ વધુ એકવાર ઓવરફ્લો થયું હતું. દિવાળી પર્વે બોરતળાવ ઓવરફ્લોની કુદરતી ભેટ મળી હતી.

છેલ્લા ઘણાં વર્ષોથી કુદરત મહેરબાન થતાં બોરતળાવ પણ ભર્યું ભર્યું રહે છે. જેથી ભાવનગરના ઘણાં વિસ્તારમાં નગરજનોને છેલ્લા બે ત્રણ વર્ષથી બોરતળાવનું પાણી મળી રહે છે. બોરતળાવ છલોછલ રહેતા બોરતળાવના ડુબની જમીનમાં દબાણનો પણ વિવાદ સમી ગયો છે. આ વર્ષે તો કુદરતની વરસાદરૂપી ક્રૃપા સારી વરસતા બોરતળાવ બે વાર ઓવરફ્લો થયું હતું.

હાલમાં ચોમાસાએ તો વિદાય લીધી છે. પરંતુ બોરતળાવના કેચમેન્ટ એરીયામાંથી પાણીની આવક શરૂ જ છે. બોરતળાવના કેચમેન્ટ વિસ્તારમાં નાના ખોખરા, મોટા ખોખરા અને દેવગાણા સહિતના વિસ્તારના ડુંગરોમાંથી પાણીની આવક સતત શરૂ રહેતા ભીકડાના બેઈઝીંગમાં પણ પાણીનો ભરાવો થયો હતો. જેથી ભીકડાના બે દરવાજા ખોલી નખાયા છે. અને તે પાણી બોરતળાવમાં આવતા 43 ફુટે બોરતળાવ ત્રીજી વખત ઓવરફ્લો થયું છે. દિવાળી પર્વમાં બોરતળાવ ઓવરફ્લો થતાં નગરજનોમાં પણ આનંદ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...