મન હોય તો માળવે જવાય:દિવ્યાંગ અલ્પેશે ઈજિપ્તમાં જીત્યો સિલ્વર મેડલ

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતનું પ્રતિનિધિત્વ કરી ટેબલ ટેનિસમાં વૈશ્વિક સ્તરે નામ ઉજાળ્યું

મન હોય તો માળવે જવાય એ કહેવતને સાર્થક કરી છે અલ્પેશભાઇ સુતરિયાએ. જેઓ હાલમાં ભાવનગર ખાતે હેડ પોસ્ટ ઑફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે અને પોતાના શરીરમાં 80% જેટલી દિવ્યાંગતા ધરાવે છે. તાજેતરમાં ઈજિપ્તમાં યોજાયેલી ઈન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભારતમાંથી અલ્પેશ સુતરિતાએ ઝંપલાવી સિલ્વર મેડલ મેળવ્યો હતો.

ઇજિપ્તમા તા.23 થી 28 ફેબ્રુઆરી 2023માં રમાઈ હતી. જેમાં 23 દેશોએ ભાગ લીધો હતો જેમાં 300 થી વધારે પ્લેયરો અલગ અલગ કેટેગરીમાં આવેલ હતા. ઇજિપ્તના ગીજા ખાતે સંપન્ન થયેલી સ્પર્ધામાં ઈ.એસ.આઇ.સી ના પેડલર અલ્પેશ સુતરીયા ભારત માટે એક સિલ્વર ચંદ્રક જીત્યા છે મેન સિંગલ W-1 માં અલ્પેશ સુતરીયા પાંચ ઇન્ટરનેશનલ રમેલા ટોપ ફાઈવ રેન્કિંગ પ્લેયરને ફાઇનલમાં ખૂબ જ ટક્કર આપીને ડિસાઇડર મેચ રમીને 2-3 થી પરાસ્ત કરી સિલ્વર મેડલ જીત્યા હતા. ઇજિપ્ત અને ફ્રાન્સના પ્લેયરોને સેમી ફાઇનલમાં હરાવીને ફાઇનલમાં પહોંચ્યા હતા.

ફાઈનલમાં ઇન્ડિયન પ્લેયર જેડી મદનની સામે 2g 3 થી ટક્કર આપીને હાર્યા હતા. નેશનલ લેવલમાં ત્રણ વખત સિલ્વર અને બોન્ચ મેડલ મેળવેલ છે હવે તેમનો ટાર્ગેટ એશિયન ગેમ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રેન્કિંગ બનાવીને સિલેક્શનનો છે. અલ્પેશ સુતરીયા પહેલી જ વખત ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમવા ગયેલ અને સિલ્વર મેડલ જીતેલ છે જે દેશ ગુજરાત અને ભાવનગર જિલ્લા માટે ખૂબ જ ગૌરવની બાબત છે. વ્હીલચેર વગર તેઓ ઘરમાં પણ ક્યાંય હરી ફરી શકતા નથી. ત્રણ વર્ષની ઉંમરે તેઓ ક્યારેય પણ ના મટે તેવી બીમારી પોલિયોના ભોગ બન્યા હતા.

તાત્કાલિક ઇલાજ નહીં થતાં અલ્પેશભાઇના શરીરના 80% હિસ્સામાં પોલિયોની અસર થઇ ગઇ અને હંમેશા માટે તેઓ દિવ્યાંગતાનો શિકાર બન્યા. ભગવાને અલ્પેશભાઇના શરીરનો 80 ટકા હિસ્સો ભલે કામ કરતો બંધ કરી દીધો હતો. પરંતુ એ શક્તિ ભગવાને તેમનાં મગજમાં આપી દીધી હતી. ભણવામાં દરેક વિષયમાં તેઓ હોંશિયાર હતા સાથોસાથ રમતગમતમાં પણ રસ કેળવ્યો છે. આમ અલ્પેશે ઈજિપ્તમાં આંતરરાષ્ટ્રિય કક્ષાની ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ મેળવીને ટેબલ ટેનિસ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ભાવનગરનું નામ વધુ રોશન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...