શણગાર:કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે પ્રબોધિની એકાદશી નિમિતે શાકભાજીનો દિવ્ય શણગાર

બોટાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંજના 3:30થી 6:30 સુધી હાટડી દર્શનનું આયોજન

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને એકાદશી નિમિતે શાકભાજીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો, તથા સાંજે હાટડી દર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર -સાળંગપુર ખાતે પ્રબોધિની એકાદશી(તુલસી વિવાહ) નિમિતે તા.15-11-2021ને સોમવારના રોજ શાસ્ત્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવું કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજનદેવને દિવ્ય વાધા એવં રીંગણ, દુધી, મોગરી, મુળા વિગેરેનો શણગાર કરવામાં આવ્યા હતો.

દાદાને શણગાર આરતી પૂજારી સ્વામી ધર્મકિશોરદાસજી દ્વારા કરવામાં આવેલ. તેમજ સાંજના 3:30થી 6:30 સુધી હાટડી દર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં સફેદ-લીલા-કાળા રીંગણ, ટીંડોરા, જીણી રીંગણી, તીખી મરચી, કેપ્સીકમ મરચા, લીંબું, કાચા પપૈયા, શેરડી, કાચાર્કેળા, દુધી, વાલોળ, સુરણ, આદુ, ગુવાર, ચોળી, લીલાધાણા, ટામેટા, તુવેર, કોબીજ, ફુલેવર, વટાણા, ફુદિનો, અડવીનાં પાંદ વિવિધ પ્રકારના શાકભાજી દાદાને ધરાવવામાં આવ્યો હતો.

હનુમાજી દાદાને વિવિધ પ્રકારની વિવિધ શાકભાજીઓનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારનો ભાવિકો રૂબરૂ દર્શન કરી ધાન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારનો ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...