ચૂંટણી આચારસંહિતાની જોગવાઈઓ મુજબ હોદ્દાની રુએ મેયર અને જિલ્લા પંચાયત પ્રમુખને ઘરેથી કચેરીએ આવન જાવા માટે વાહન વ્યવસ્થા કરવી જોઈએ પરંતુ વિવાદમાં સપડાવવાના ડરે તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા નહીં કરાતા જિલ્લા પંચાયત પ્રમુખે પણ લેખિતમાં જાણ કરી છે અને તે સંદર્ભે ડીડીઓ દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ માર્ગદર્શન મેળવી રહ્યા છે.
વિધાનસભાની ચૂંટણી આચારસંહિતા લાગુ પડતા જ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓના વાહનો જપ્ત કરે છે. પરંતુ હોદ્દાની રુએ મેયર અને જિલ્લા પંચાયતના પ્રમુખને ઘરેથી ઓફિસ આવવા જવા માટે વાહન ફાળવવામાં આવે છે. જે વાહનોની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી. આચાર સંહિતાની જોગવાઈઓ અનુસાર તેઓને રાજકીય ઉપયોગ નહીં પરંતુ ઘરેથી કચેરી અવરજવર માટે વાહનો ફાળવી શકાય છે.
જિલ્લા પંચાયત પ્રમુખને પણ વાહનની વ્યવસ્થા નહીં કરતા તેઓ દ્વારા લેખિતમાં જિલ્લા વિકાસ અધિકારીને પણ જાણ કરવામાં આવી છે. ચૂંટણી આચાર સંહિતાની જોગવાઈઓમાં ઉલ્લેખ હોવા છતાં જિલ્લા પંચાયત દ્વારા આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીનું માર્ગદર્શન મેળવવા કાર્યવાહી કરી છે.
જિલ્લા પંચાયત પ્રમુખ અને મેયરને હોદ્દાની રુએ વાહનોની વ્યવસ્થા નહિ કરાતા પંચાયત અને પાલિકામાં પણ ચર્ચા જાગી છે. જોકે, ભૂતકાળમાં ચૂંટણી આચાર સંહિતા હોવા છતાં પદાધિકારીઓ દ્વારા સરકારી વાહનોના રાજકીયરીતે ગેર ઉપયોગ થતા વિવાદમાં સપડાવવા નહીં માંગતા સામાન્યતઃ પદાધિકારીઓ ચૂંટણી દરમિયાન સરકારી વાહનોથી દૂર રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.