બેદરકાર તંત્ર:જિલ્લા પંચાયત દ્વારા 15માં નાણાપંચ હેઠળ વિકાસના કામોને બહાલી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિકાસના કામો કરવા પંદરમાં નાણાપંચનું અમલીકરણ મોડુ

ભાવનગર જિલ્લા પંચાયતની સાધારણ સભા જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધીકારીની ઉપસ્થિતિમાં આજરોજ મળી હતી.આ સભામાં ખાસ કરીને 15માં નાણાપંચના કામોને બહાલી આપવામાં આવી હતી.પંદરમાં નાણાપંચની ગ્રાંટનો ઉપયોગ કરવા માટે કયાં કામો હાથ ધરવા તેની ગાઇડ લાઇન સાથે ગ્રાંટ ફાળવવા સહિતના વિકાસના કામોનો નકશો તૈયાર કરવામાં આવ્યો છે.સાધારણ સભામાં ભાવનગર જિલ્લામાં આગામી ત્રણ વર્ષમાં 15 માં નાણા પંચમાંથી કેવા પ્રકારના અને કેટલા કામો કરાશે તેને બહાલી આપવામાં આવી હતી.

ભાવનગર જિલ્લામાં વિકાસના કામો કરવા 15માં નાણાપંચનું અમલીકરણ જો કે દોઢ વર્ષ જેટલુ મોડું થયું છે સરકારમાંથી મોડા પરિપત્ર બાદ સ્થાનિક લેવલે આયોજનમાં વિલંબ બાદ તંત્રએ વિકાસ પ્લાન તૈયાર કર્યો છે જેને સાધારણ સભામાં બહાલી અપાઇ હતી.એકંદરે અંદાજિત રૂ.1800 કરોડના વિકાસના કામોની દરખાસ્ત સરકારમાં મંજુરી અર્થે આજે મળેલી સામાન્ય સભામાં મોકલવામાં આવી હતી.

રૂ.1800 કરોડના વિકાસ કામોની દરખાસ્ત સરકારમાં મંજુરી માટે મોકલવામાં આવી
આજની સાધારણ સભામાં વર્ષ 2020-21 તથા 2021-22ની ટાઇડ અને અનટાઇડ ગ્રાંટનું જિલ્લા આયોજન સમીતિ દ્વારા રજુ થયેલા જિલ્લાના વિકાસ પ્લાન મંજુર કરાયો છે.જેમાં અનટાઇડ ગ્રાંટ વર્ષ 2020-21 માટે રૂ.516.70 લાખ,અનટાઇડ ગ્રાંટ વર્ષ 2021-22 માટે રૂ.307.32 લાખ,ટાઇડ ગ્રાંટ સ્વચ્છતાના કામો વર્ષ 2020-21 માટે રૂ.259.39 લાખ,વર્ષ 2021-22 માટે રૂ.229.00 લાખ,પાણીના કામો વર્ષ 2020-21 માટે રૂ.259.30 લાખ,પાણીના કામો માટે વર્ષ 2021-22 માટે રૂ.230.09 લાખના કામોનો જિલ્લા વિકાસ પ્લાન સરકારના નાણા પંચના ઠરાવ મુજબ મંજુર કરવા રજુ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...