આઝાદીનો અમૃત મહોત્સવ:જિલ્લા કક્ષાના આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો અમરગઢથી થશે આરંભ

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 74.50 કરોડના વિકાસકાર્યોના ખાતમુહુર્ત અને લોકાર્પણ થશે
  • જિલ્લા​​​​​​​ પંચાયતની 40 સીટ વિસ્તારમાં 4 વિકાસ રથ પરિભ્રમણ કરી અને જનજાગૃતિ ફેલાવશે

દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત આઝાદીનો અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત ગ્રામવિકાસ વિભાગ અને અન્ય જુદા-જુદા 11 વિભાગોને સાંકળીને આગામી તા.18થી 20 નવેમ્બર ત્રણ દિવસ દરમિયાન ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા' દ્વારા યોજનાકીય જાગૃતિ અભિયાન યોજાશે જેનો પ્રારંભ અમરગઢથી જિલ્લા કક્ષાના આત્મનિર્ભર ગ્રામ યાત્રા કાર્યક્રમથી થશે.

ભાવનગર જિલ્લામાં આ કાર્યક્રમ હેઠળ શ્રેણીબદ્ધ કાર્યક્રમોની શરૂઆત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા તા.18ના સવારે 8 કલાકે સિહોર તાલુકાના અમરગઢ ખાતેથી કરાવશે.ત્રિદિવસીય અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લામાં વિવિધ વિભાગોના રૂ.3265.53 લાખના 529 લોકાર્પણ અને રૂ.3878.22 લાખના 596 ખાતમુહૂર્તો કરવામાં આવશે. આ ઉપરાંત વ્યક્તિગત સહાયના 1525 લાભાર્થીઓને રૂ.326.26 લાખની સહાયનું વિતરણ કરવામાં આવશે.

ભાવનગર જિલ્લામાં ફાળવાયેલા 4 આત્મનિર્ભર ગ્રામ રથો ભાવનગર જિલ્લા પંચાયતની 40 બેઠક વિસ્તાર હેઠળ સમાવિષ્ટ ગામોમાં પરિભ્રમણ કરીને યોજનાકીય જનજાગૃતિ ફેલાવશે.

અન્ય સમાચારો પણ છે...