ભાવનગર અને બોટાદ જિલ્લામાં યોજનારો ભરતી મેળો અકારણોસર મોકૂફ રાખવામાં આવ્યો છે. બોટાદમાં આગામી તા.5/5/2022ના રોજ તથા ભાવનગર ખાતે આગામી તા.7/5/2022 ના રોજ ”મેગા જોબફેર”નું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, હાલ આ જોબફેરને અકારણોસર મોફૂક રાખવામાં આવ્યો છે.
જિલ્લા રોજગાર વિનિમય કચેરી-બોટાદ દ્વારા આગામી તા.5/5/2022 ના રોજ સવારે 9:30 કલાકે એમ.ડી.શાહ વિદ્યાલય બોટાદ ખાતે આયોજિત કરવામાં આવેલા જિલ્લા ક્ક્ષાનો રોજગાર ભરતીમેળા કાર્યક્રમ અનિવાર્ય સંજોગોના કારણોસર મોકૂફ રાખવામાં આવેલ છે. પ્રસ્તુત જિલ્લા કક્ષાના ભરતીમેળા કાર્યક્રમનું આયોજન નિર્ધારિત થયેથી તારીખ, સમય અને સ્થળની નવેસરથી જાણ તેમજ બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવશે. જેની તમામ સબંધિતોને નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.
ભાવનગર શહેરમાં આગામી તા.07/05/2022 ને શનિવારનાં રોજ શ્રી અટલ બિહારી વાજપેઈ ઓપન એર થિએટર, મોતીબાગ, ભાવનગર ખાતે જિલ્લા કક્ષાનાં મેગા જોબફેરનુ આયોજન થનાર હતું. જે હાલ નિયામક, રોજગાર અને તાલીમની કચેરી, ગાંધીનગરની સૂચનાં અનુસાર મેગા જોબફેરનું આયોજન અકારણોસર બંધ રાખ્યું હોય. જેની રોજગારવાચ્છુંક ઉમેદવારોએ ખાસ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે. ભાવનગર અને બોટાદ જિલ્લાના રોજગારવાચ્છુંક ઉમેદવારોએ વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરીના રોજગાર સેતુ કોલસેન્ટર નં.6357390390 પર સંપર્ક કરવા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.