વર્ક ઓર્ડરનું વિતરણ:બોટાદના ગઢડા ખાતે ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામોના વર્ક ઓર્ડરનું વિતરણ કરાયું

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્કઓર્ડરનું વિતરણ ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમારના તેમજ મહાનુભાવોના હસ્તે કરાયું

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માટેના જે વિકાસના કામો શરૂ થનાર છે. તેના આજે વર્કઓર્ડરનું વિતરણ ગઢડા ધારાસભ્ય આત્મારામભાઈ પરમારના હસ્તે તેમજ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પૂર્વમંત્રી અને ગઢડા મતવિસ્તારના ધારાસભ્ય આત્મારામભાઈ પરમારે જણાવ્યું હતું કે, સમગ્ર ગામનો વિકાસ થાય, ગટર, પાણી, રસ્તાઓ સહિત જૂદા જૂદા ક્ષેત્રે વિકાસ થાય પુરતી સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા જુદી જુદી ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, ગામનો સમગ્ર વિકાસ થાય ગામમા દરેક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સરકાર દ્વારા જુદા જુદા ખર્ચ કરવામાં આવી રહ્યા છે.

ગામડાઓમાં વિકાસના કામોની ગતિસતત ચાલ્યા કરે છે, પાણીની પ્રાથમિક સુવિધાઓ, ગટરોનું કામ કરી રસ્તાઓ સારા કરવાનું કામ સતત ચાલતું રહે છે. ગામડાઓમાં પાણી, લાઈટ, ગટર, રસ્તાઓ, ચેકડેમો, જળસિંચાઈ યોજનાઓ વગેરે ક્ષેત્રે સુવિધાઓ આપવામાં આવી રહી છે. એક જ સ્થળેથી વિકાસના કામોના ઓર્ડર મળી રહે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ઉપસ્થિત તમામ લોકોને કામો શરૂ કરવા વધુમાં અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને હાલ ગઢડા મત વિસ્તારના ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જુદા જુદા ગામના વિકાસના કામોના વર્ક ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા, જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, તાલુકા વિકાસ અધિકારી, મધૂસુદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી સહિતના પદાધિકારીઓ તેમજ આયોજન અધિકારી બ્રિજેશ જોષી સહિતના અધિકારી કર્મચારીઓ તથા સરપંચ તેમજ તલાટી કમ મંત્રી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...