ગરીબ કલ્યાણ યોજના:3.41 લાખ રેશનકાર્ડ ધારકોને ઘઉં અને ચોખાનું કરાયેલું વિતરણ

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વિતરણ
  • પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશમાંથી ઘઉં અને ચોખાની કુલ 168 રેક મારફત અનાજ આવ્યું

ભારત સરકાર દ્વારા દેશની આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કાર્યક્રમ યોજાઇ ગયો જેમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, અમદાવાદ તરફથી શિવ ચંદને ભાવનગરના મેયર, જિલ્લા પુરવઠા અધિકારી અને FPS એસોસિએશનના પ્રમુખનું ફૂલોના ગુચ્છથી સ્વાગત કર્યું.

ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, ભાવનગરના મેનેજર દ્વારા સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ અને કોવિડ રોગચાળા દરમિયાન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ જાહેર કરાયેલા અનાજ વિશે જણાવવામાં આવ્યું હતું. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ભાવનગર દ્વારા 704 FPS દ્વારા 1-એપ્રિલ-20 થી 15-નવે-21 સુધીમાં કુલ 3,41,162 રેશનકાર્ડ ધારકોને 37,08,207 ક્વિન્ટલ ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશમાંથી ઘઉં અને ચોખા કુલ 168 રેક મારફત ભાવનગર જિલ્લામાં સપ્લાય કરવામાં આવ્યા છે. મેયરે કહ્યુ઼ હતુ કે કોરોનાની સ્થિતિમાં પણ FCI અને પુરવઠા કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા સમગ્ર ભાવનગર જિલ્લામાં અનાજનું વિતરણ અવિરતપણે કરવામાં આવ્યું હતું. મેયરે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, એગ્રીકલ્ચર વિભાગ અને FPS એસોસિએશન દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...