તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ધો.12 સા.પ્ર.ના ગુણપત્રકનું શાળા કક્ષાએ કાલે વિતરણ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ગુણપત્રક અપાશે
  • ભાવનગર જિલ્લાના 17,051 વિદ્યાર્થીઓના ગુણપત્રકનું શાળાઓને વિતરણ કરવામાં આવશે

તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તા.31 જુલાઇના રોજ ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું રેગ્યુલર વિદ્યાર્થીઓનું માસ પ્રમોશનનું ઓનલાઇન પરિણામ જાહેર કરાયા બાદ હવે તા.12 ઓગસ્ટને ગુરૂવારે શાળાઓને વિતરણ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ધો.12 સામાન્ય પ્રવાહ, ઉચ્ચત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું ઓનલાઇન પરિણામ ગત તા.31 જુલાઇએ જાહેર કરવામાં આવ્યું હતુ. આ વર્ષે કોરોનાને લીધે તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ભાવનગર શહેર-જિલ્લાના 17,051 વિદ્યાર્થીઓ આ વર્ષે પાસ થયા છે.

હવે આ તમામ વિદ્યાર્થીઓના શાળાઓ દ્વારા સરકારની નીતિ મુજબ ગુણ અપલોડ કર્યા બાદ બોર્ડે પરિણામ તૈયાર કર્યા છે. આ ગુણપત્રકો જે તે શિક્ષણાધિકારીની કચેરીમાં આવતી કાલ બુધવાર સુધીમાં પહોંચતા થઇ જશે. બાદમાં જિલ્લાની બોર્ડની માન્યતા પ્રાપ્ત શાળાઓને તા.12 ઓગસ્ટને ગુરૂવારે આ પરિણામનું વિતરણ સમયસર કરવા માટે બોર્ડના નાયબ નિયામક ડો.અવનીબા મોરીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...