વિતરણ:કાળાતળાવ શાળામાં સાડા ચાર લાખ રૂપિયાના ખર્ચે પોષણવર્ધક કીટનું વિતરણ

ભાવનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાલ વિસ્તારના કાળાતળાવ ગામમાં આવેલી કાળાતળાવ પ્રાથમિક શાળામાં અમદાવાદની સ્વૈચ્છિક સંસ્થા યુવા અનસ્ટોપેબલ દ્વારા 409 બાળકોને પોષણવર્ધક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

'કુપોષણ મુકત ગુજરાત' ના અભિયાનને સાકાર કરવા તેમજ કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાના ઉમદા હેતુથી ભાવનગર તાલુકાના કેળવણી નિરીક્ષક (શિક્ષણ), ભાવનગર જિલ્લા મુખ્ય શિક્ષક સંઘ પ્રમુખ અને ભોળાવદરના મુખ્ય શિક્ષક ધ્રુવભાઈ દેસાઈ તથા કાળાતળાવના મુખ્ય શિક્ષક મહેન્દ્રસિંહ જાડેજાના પ્રયત્નોથી કાળાતળાવ પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓને આ પોષણવર્ધક કીટ અર્પણ કરવામાં આવી હતી. અંદાજીત રૂપિયા 1115/–ની આ કીટ અમદાવાદની સ્વૈચ્છિક સંસ્થા યુવા અનસ્ટોપેબલ દ્વારા 409 બાળકોને 4 લાખ 56 હજાર રૂપિયા કીટ અર્પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...