તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા સાથે ઉજવણી:જેસર મહાવીર સ્વામી જૈન દેરાસરની 100મી વર્ષગાંઠ નિમિત્તે જીવન જરૂરિયાતની વસ્તુઓનીનું વિતરણ કરાયું

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18 વસ્તુઓની સાથે 132 કિટોનું વિતરણ કરવામાં આવ્યું

જેસર મહાવીર સ્વામી જૈન દેરાસરની 100મી વર્ષગાંઠ નિમિત્તે શેઠ મુકેશકુમાર મગનલાલ દોશી પરિવાર તરફથી ગામના જરૂરીયાત મંદ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સરકારની ગાઈડલાઈન પ્રમાણે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

જેસર મહાવીર સ્વામી જૈન દેરાસરની 100મી વર્ષગાંઠ નિમિત્તે ગામના જરૂરીયાત મંદ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરાયું હતું. જેમાં 18 વસ્તુઓની સાથે 132 કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત છાપરીયાળી પાંજરાપોળ ખાતે પૂજ્ય પ્રબોધદાદાની નિશ્રામાં ગાયોને 9 ટન શેરડી, 3 ટન તરબૂચ, 1 ટન દાડમ, 500 કિલો કેળા, 4 ટન લીલા ઘાસચારો ઉપરાંત લાપસી, લાડવા અને શાકભાજી નીરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરકારની ગાઈડલાઈન પ્રમાણે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે જેસર મહાજન તથા ગામના આગેવાનો હાજર રહી મુકેશભાઈ દોશીના જીવદયા દાનની અનુમોદના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...