આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ભાવનનગરમાં તા.13થી 15 ઓગષ્ટ દરમિયાન વિવિધ પ્રકારે ઉજવણી થનાર છે. આ ઉજવણીની પૂર્વ તૈયારીઓ અંગેની એક બેઠક પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણા અને શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. આ બેઠકમાં કલેક્ટર યોગેશ નિરગુડેએ આ તિરંગા યાત્રાની તૈયારીઓની વિગત આપીને જણાવ્યું હતુ કે જિલ્લામાં 1.75 લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે. ભાવનગરના 13 વોર્ડમાં તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને 77 હજાર તિરંગાનું ગ્રામ્ય વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું છે તેની વિગતો આપી હતી.
ભાવનગરમાં તા. 13મી ઓગષ્ટના રોજ નવાપરાં, વોરા બજાર, હલુરીયા ચોક અને ખારગેટ વિસ્તારમાં આ તિરંગા યાત્રા યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભાવનગરમાં યોજાનાર આ યાત્રાના સારા વિચારને લઇને સમગ્ર રાજ્યમાં તિરંગા યાત્રા યોજવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે અને આજે સુરતથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તિરંગા યાત્રામાં પગપાળા જોડાઇને તેની શરૂઆત કરી દીધી છે તે ભાવેણા માટે ગૌરવપ્રદ ઘટના છે. આ ઉજવણીમાં માર્ગમાં રંગોળી કરાય, રસ્તામાં લોકનૃત્યના સ્ટેજ ગોઠવાય તે માટેની વ્યવસ્થાઓ અંગેનું માર્ગદર્શન આપતાં તેમણે કહ્યું કે, આ ઉજવણી વખતે શહેરના બાગ-બગીચાઓને રોશનીથી શણગારવામાં આવશે તેની તૈયારીઓ અંગે તેમણે ઉપસ્થિત લોકોને માર્ગદર્શિત કર્યા હતાં. આમ ઉજવણી માટે કાર્યક્રમોને આખરી ઓપ અપાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.