વિતરણ:945 પ્રાથમિક શાળાઓનાં 2.07 લાખ બાળકોને અનાજ વિતરણ

ભાવનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ રૂ.4296 લાખનું ફુડ સિકયુરિટી એલાઉન્સ
  • ​​​​​​​13 તબક્કામાં 7848.72 કિવિન્ટલ ઘઉં તથા 7848.72 કિવિન્ટલ ચોખાની ફાળવણી કરાઇ

ભાવનગર જિલ્લાની 945 પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા 2,06,913 બાળકોને ફુડ સિકયુરિટી એલાઉન્સ યોજના હેઠળ માહે. ઓગસ્ટ 2021થી ઓકટોબર-2021 સુઘીના 64 દિવસના સમયગાળા માટે શાળામાં નોંઘાયેલા બાળકોને ફુડ સિકયુરિટી એલાઉન્સ અને અનાજ (ઘઉ, ફોર્ટીફાઇડ ચોખા) આપવાનો નિર્ણય કરાયો છે. જે અંતર્ગત ઘોરણ 1 થી 5 નાં પ્રત્યેક બાળક દિઠ ઘઉં 50 ગ્રામ, ફોર્ટીફાઇડ ચોખા 50 ગ્રામ તથા ઘો.6 થી8 ના પ્રત્યેક બાળક દીઠ અનુક્રમે 75 ગ્રામ અનાજ વિતરણ કરવામાં આવશે.

ભાવનગર જિલ્લામાં ધો.1થી 5માં નોંઘાયેલ પ્રત્યેક બાળકોને 64 દિવસ માટે 3.20 કિલોગ્રામ ઘઉં અને 3.20 કિલોગ્રામ ફોર્ટીફાઇડ ચોખા એમ કુલ 6.400 કિલોગ્રામ અનાજ વિતરણ તથા ધો..6 થી 8માં નોંઘાયેલ પ્રત્યેક બાળકને પણ 64 દિવસ માટે 4.8 કિ.ગ્રા. ઘઉં અને 4.8 કિ.ગ્રા. ફોર્ટીફાઇડ ચોખા એમ કુલ 9.6 કિ.ગ્રા. અનાજ વિતરણ કરવામાં આવશે.

ધો.1થી 5ના 1,30,194 બાળકો તથા ધો.6થી 8ના 76,719 બાળકો મળી કુલ 2,06,913 બાળકોને 7848.72 કિવિન્ટલ ઘઉ તથા 7848.72 કિવિન્ટલ ફોર્ટીફાઇડ ચોખાની ફાળવણી કરવામાં આવેલ છે. જિલ્લામાં લોકડાઉન અમલી બન્યા બાદ તા.16 માર્ચ,2020થી 31 જુલાઇ, 2021 સુધીના કુલ બાર તબક્કા સહિત 361 દિવસનું ફુડ સિકયુરિટી એલાઉન્સ હેઠળ અનાજ અને કુકીંગ કોસ્ટનું વિતરણ કરવામાં આવેલ છે. શાળા દિવસો માટે રૂ.4295.85 લાખનું ફુડ સિકયુરિટી એલાઉન્સ બાળકોને ડી.બી.ટી.મારફત ચુકવવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...