તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારી હવે પાણીદાર:13 હજાર લોકોને રોજ શુદ્ધ પાણી વિતરણ, ફિલ્ટ્રેશન પ્લાન્ટ કાર્યરત

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોર્પોરેશનમાં ભળ્યા છતાં 6 વર્ષ 4 દિવસ અનફિલ્ટર પાણી અપાતું

ભાવનગર મહાનગરપાલિકામાં વર્ષ 2015 માં સમાવેશ થવા છતાં નારી ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન તો અણઉકેલ જ રહ્યો હતો. કોર્પોરેશનનો વિસ્તાર હોવા છતાં નારીમાં ચાર-પાંચ દિવસે પાણી આપવામાં આવતું હતું. અને તે પણ ફિલ્ટર કર્યા વગરનું મહિ પરિએજ માંથી આવતું રો વોટર સીધુ આપી દેવાતુ હતું. પરંતુ 11.46 કરોડના ખર્ચે ફિલ્ટ્રેશન પ્લાન્ટ, સંપ, પંપ અને નેટવર્ક અપગ્રેડેશનને કારણે આજથી શુદ્ધ પાણી વિતરણ કરવાનું શરૂ થઈ ગયું છે. જે કોર્પોરેશનના અન્ય વિસ્તારોની જેમ રોજેરોજ પાણી અપાશે.

નારી ગામના લોકોને તો બારેમાસ પાણી માટે ઉનાળા જેવી જ પરિસ્થિતિ રહેતી હતી. વર્ષ 2015માં કોર્પોરેશનમાં ભળ્યા બાદ અમૃત યોજનામાંથી ફિલ્ટ્રેશન પ્રોજેક્ટ, રો વોટરની મોટી ક્ષમતાની લાઈન અને નેટવર્ક પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષથી કોર્પોરેશન દ્વારા મથામણ કરવામાં આવ્યા બાદ હવે નારી ગામના લોકોની રોજેરોજની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા સક્ષમ બન્યા છે.

વરતેજથી મહી પરીએજની લાઈનમાં જોડાણ મેળવી ફિલ્ટરમાં પાણી પહોંચે અને ત્યાંથી શુદ્ધ પાણી ઈ.એસ.આર.મારફત લોકોના ઘર સુધી પહોંચે તે માટે છેલ્લા ઘણાં દિવસોથી મેયર કિર્તિબેન દાણીધારીયા, નગરસેવક ઉપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના કામગીરીના નિરિક્ષણ અને ચકાસણી માટે દિવસે તો ઠીક રાત્રે પણ જઈ પાછળ લાગ્યા હતા. અંતે પ્રયાસ સફળ બનતા આજથી નારીના લોકોને શુદ્ધ પાણી વિતરણ શરૂ થઈ ગયું છે.

શુદ્ધ અને નિયમિત પાણી મળશે
નારીના વિસ્તારમાં રૂ.6.46 કરોડના ખર્ચે ફિલ્ટ્રેશન, રો વોટર લાઇન, સમ્પ અને પમ્પ તેમજ 5 કરોડના ખર્ચે નેટવર્કનું કામ કરાયું છે. જેનું કામ પૂર્ણ થતાં ટેસ્ટિંગ બાદ વિતરણ પણ શરૂ કરી દીધુ છે. જેનું થોડા દિવસમાં જ નિયમિતપણે શરૂ કરી દેવાશે અને તેનું સમયપત્રક પણ જાહેર કરી દેવાશે. > સી.સી. દેવમુરારી, કાર્યપાલક ઈજનેર, વોટર વર્કસ

પાણી પ્રશ્નનો કંઈ રીતે લાવ્યા નિવેડો

 • વરતેજ થી નારી ફિલ્ટર સુધી 4 કિલોમીટર રો વોટરની લાઈન નાખી
 • ફિલ્ટર થી સમ્પ અને ત્યાંથી ઈ.એસ.આર. 1 કિલોમીટર લાઈન નાખી.
 • નારીના આંતરિક વિસ્તારમાં જુની પીવીસી પાઈપ બદલી નવા 18 કિલોમીટર લાઈનના નેટવર્ક નાખ્યા.
 • નારીની 12 થી 13 હજારની વસતીમાં 2200 નળ કનેક્શન માટે રોજીંદા 25 લાખ લીટર પાણીની જરૂરીયાત સામે 50 લાખ લીટરની ફિલ્ટ્રેશન પ્લાન્ટની ક્ષમતા.

ક્ષમતાની ફેક્ટ ફાઈલ

 • 50લાખ લીટર ફિલ્ટર પ્લાન્ટ
 • 16લાખ લીટર સ્ટોરેજ સમ્પ
 • 3 લાખ લીટર ઈ.એસ.આર.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો