તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:નવાગામ ખેતીવાડી ફીડરમાં વિજ પુરવઠો ખોરવી નાખવાનું કૃત્ય

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી મિલકતને નુકશાન પહોંચાડનારા વિરુદ્ધ ફરિયાદ

વલભીપુર તાલુકાનાં નવાગામ ખેતી વાડી વિજ ફીડરમાંથી કોઇ અજાણ્યા અસામાજીક તત્વો દ્વારા વિજ પુરવઠો ખોરવી નખાયો હોવાની હકીકત સામે આવેલ છે. આ અંગે મળતી વિગત મુજબ નવાગામ ખેતીવાડી વિજલાઇન હેઠળ ઘણાં ગામો ને ખેતી વિજપુરવઠા ની લાઇન દ્વારા વિજ પુરવઠો આપવામાં આવે છે. તેવામાં તાજેતરમાં તાઉતૈ વાવાઝોડા દરમ્યાન વિજ પોલને ઘણું નુકશાન થયેલ હતું.

વલભીપુર વિજ સબ ડીવીઝન દ્વારા આ તમામ પોલ રીપેરીંગ કરી વિજ ખેતી વિષયક વિજ પુરવઠો રાબેતા મુજબ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં હળીયાદ થી વડોદ જતાં રસ્તે બોઘરા ચંદુભાઇ રવજીભાઇની વાડીથી આગળ કોઇ અજાણ્યા શખ્સો દ્વારા તારની રીંગલાઇન ઉપર નાખી યથાવત થયેલા વિજ પુરવઠો ખોરવવાનું તથા સરકારી સંપત્તીને નુકશાન કરવાનું બિન અધિકૃત રીતે કૃત્ય ઈરાદાપૂર્વક કરવામાં આવ્યું છે.

જેથી ખેડુતોને વાડીઓમાં પાકને પાણી આપવામાં મુશ્કેલી પડે છે.વિજ પુરવઠો જેવી સરકારી મિલકતને નુકશાન પહોંચાડતા આવા તત્વોને પકડી પાડી કાયદેસરની કડક કાર્યવાહી કરવા વલભીપુર સબ ડીવીઝનના નાયબ ઇજનેર ટી.જી.ભટ્ટ દ્વારા પોલીસ સ્ટેશનને અરજી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...