તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેસના નિકાલ:રાષ્ટ્રિય લોક અદાલતમાં એક દી’માં 10,771 કેસોનો નિકાલ

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ.સાડા સાત કરોડના દાવા એવોર્ડ કરાયાં
  • કેસના નિકાલ માટે બંન્ને પક્ષકારો માટે વીન-વીન સિચ્યુએશનનું લક્ષણ ધરાવતું માધ્યમ

ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ એ.જી.ઉરૈઝીની અધ્યક્ષતામાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગ ખાતે યોજાયેલ લોક અદાલતમાં એક જ દિવસમાં 10,771 કેસોનો સ્થળ પર જ સુખરૂપ ઉકેલ લાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત રૂા. 7.50 કરોડના દાવાઓ એવોર્ડ કરાયાં હતાં.

જસ્ટીસે આ કહ્યું કે, લોક અદાલત એવું માધ્યમ છે કે બંન્ને પક્ષકારને ન્યાય મળ્યાંની અનુભૂતિ થાય છે. એટલે કે કોઇ હાર્યો કે જીત્યો તેમ નહીં પરંતુ બન્ને પક્ષકારને ન્યાય મળ્યાંની અને બંને માટે વીન-વીન સીચ્યુએશનનું નિર્માણ થાય છે. આનાથી બંને પક્ષકારો વચ્ચે સદભાવ જળવાઇ રહે છે અને શાંતિથી અને સુખરૂપ રીતે કેસનો નિકાલ આવે છે. જો આ કેસ કોર્ટમાં ચાલે તો ઘણો સમય નિકળી જાય અને ઘણાં કેસમાં વળતર કરતાં તેને મેળવવાનો ખર્ચો વધી જતો હોય છે.

તેમણે તેમના સંસ્મરણો તાજા કરતાં જણાવ્યું કે, તેઓ ભાવનગરમાં વકીલાતના પાઠ ભણ્યાં છે. આજે યોજાયેલી લોક અદાલતમાં દિવાની દાવા, ચેક રિટર્ન, પ્રિ-લીટીગેશન, ટેલિફોન બીલને લગતાં, ક્રિમિનલ કેસમાં સમાધાનને પાત્ર કેસ, લગ્ન વિષયક કેસોનો નિકાલ લાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...