તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાનોસમીયાણો:બાવળીયાળી જગ્યામાંથી 100થી વધુ ટ્રક સાથે રાહત સામગ્રી રવાના

સનેસ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોની વહારે માલધારી સમાજ
  • અનાજ કીટ,ઘાસચારો,સોલાર બેટરી સહીતની સામગ્રી ગીર સોમનાથ
  • અમરેલી,જુનાગઢ મોકલી મદદ કરવામાં આવી

કોરોના કહેર અને તાઉતેની તારાજી થી કાળા માથાનો માનવી લાચાર બની ગયો છે. કુદરતના પ્રકોપને કારણે લોકો બેઘર બન્યા છે, માણસને પોતાના માટે શુ કરવું તે નક્કી નથી ત્યારે અબોલ પશુ તો માણસના ભરોસે છે. ત્યારે આવા અબોલ પશુઓ અને ગીરના નેસમાં રહેતા વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોની વ્હારે માલધારી સમાજ આવ્યો છે.

નગાલાખાના ઠાકર બાવળીયાળી ખાતે માલધારી સમાજના રામબાપુ તેમજ સંતો મહંતોની પ્રેરણાથી માલધારી સમાજ અને સામાજિક અગ્રણી માલાભાઈ સારાભાઈ ભડીયાદરા એજયુકેશન ટ્રસ્ટ દ્વારા સહાયરૂપે, અનાજકીટ, પશુધન માટે ઘાસચારો તથા સોલાર બેટરીનું વિતરણ આજે ટ્રકોને રવાના કરવામાં આવ્યા હતા

આ રાહત સામગ્રી તોઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત ગીરસોમનાથ, અમરેલી અને જુનાગઢ સહીતના જિલ્લામાં 100થી વધુ ટ્રક ઘાસચારો અને જીવન જરૂરિયાતની વસ્તુની 1500 થી વધુ કિટો, સોલાર ફાનસ સહિતની વસ્તુઓનું પહોંચાડવા આવશે.આ સખાવત ગીરમાં વસતા માલધારી સુધી પહોચાડાશે. લગભગ 54 નેશ છે, તોઉ-તે વાવઝોડાને લીધે અસંખ્ય લોકો ને રહેવા માટે છાપરા પણ રહ્યા નથી, ઘાસચારો નથી, ખાવા માટે અનાજ નથી એના માટે આ આયોજન કરવામાં આવ્યું છે,

અન્ય સમાચારો પણ છે...