તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:જિલ્લા પંચાયતની કળસાર બેઠક પર કોંગ્રેસનું ફોર્મ રદ થતા ચકચાર

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • ગેરલાયક ઠરશે તેની જાણ હોવા છતાં ફોર્મ ભરાવ્યું
  • ઉમેદવાર ભરતભાઈ ભીલને છ માસની સજા થયેલી હોય ફોર્મ રદ : ડમી ઉમેદવાર લડશે

કળસાર જિ.પં.ની સીટમાં કોંગ્રેસ પક્ષના આગેવાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણ રાઠોડ અને કનુભાઇ કળસરિયાને ખ્યાલ હોવા છતાં જેને બે દિવસ પહેલા સજા થઇ છે તે ભરતભાઇ ભીલને ટિકીટ આપી અને મેન્ડેટ કોંગ્રેસ પક્ષનો આપવામાં આવ્યો.આ બાબતની કનુભાઇ કળસરિયાને ખબર હોવા છતાં ભરતભાઇ ભીલ માટે આગ્રહ રાખ્યો પરંતુ પછી મેન્ડેટ રદ થયો.આ વિસ્તારમાં અલ્ટ્રાટેક માઇનીંગ સામેની લડતમાં અને મેથળા બંધારામાં કોંગ્રેસનું યોગદાન છે અને આ સીટ 100 ટકા કોંગ્રેસની હતી.

કોંગ્રેસના અગ્રણી કનુભાઇ કળસરિયાએ જણાવ્યું હતું કે જે ઉમેદવાર પસંદ કરાયા હતા તેને છ મહિનાની સજા થઇ છે. ચૂંટણી પંચની કલમ છે કે છ મહિનાથી ઓછી ન હોય તેવી સજા ધરાવનાર ચુંટણી ન લડી શકે પરંતું અમે માફ કરવા આગ્રહ રાખ્યો હતો પરંતું નિયમ મુજબ ફોર્મ રદ થયું છે.જો કે ફોર્મ ભરતા સમયે ડમી ઉમેદવાર ઉભો રાખ્યો હતો અને જનકભાઇ શિયાળનું ફોર્મ માન્ય રહયું છે.ભરતભાઇ ભીલ નહીં તો જનકભાઇ શિયાળ આખરે કોંગ્રેસના ઉમેદવાર જ આ સીટ પર જીતશે એ નકિક છે.આ જીત પાછળનું કારણ દર્શવાતા કનુભાઇએ કહયુ હતું કે જિ.પં.ની કળસાર બેઠક હેઠળ 13 ગામો આવેલ છે અને આ બધા ગામોનો અમને મેથળા બંધારામા સારો સહયોગ મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો