મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ની સર્વોચ્ચ નિયમનકારી સંસ્થા એક્ઝિક્યુટિવ કાઉન્સિલની આજે બેઠક મળી હતી જોકે આજની બેઠકના એક પણ ઠરાવની ચર્ચા કર્યા વગર આ બેઠક આવતીકાલ તા. 3 જાન્યુઆરીને મંગળવારે બપોરે 03:00 વાગ્યે મળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને દરમિયાનમાં અગાઉની ત્રણ બેઠકમાં જે ઠરાવો પાસ કરાયા હોય તેની વિગતો ચકાસવામાં આવી હતી તેમજ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની અગાઉ મળેલી ત્રણ બેઠકના જે જે એજન્ડાઓ પાસ થયા હોય, તેમાં કઈ પ્રકારની કામગીરી થઈ અને કેટલું ડેવલપમેન્ટ થયું તે અંગેની ચકાસણી આજની બેઠકમાં કરવામાં આવી હતી અને વિચાર વિમર્શ કરી આગળ નિર્ણય કરાયો હતો. દરમિયાનમાં આજે રજૂ થનારા એક પણ ઠરાવ પર ચર્ચા વિચારણા કરવામાં આવી ન હતી અને તમામ દરખાસ્તો અંગે આવતીકાલ મંગળવારે બપોરે ત્રણ વાગે આ બેઠકમાં વિચાર વિમર્શ કરી નિર્ણય લેવામાં આવશે.
ગત ત્રણ બેઠકમાં કેટલાક નિર્ણયોમાં જવાબદાર અધિકારીની સહી સહિતના મુદ્દે કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયા હતા પરંતુ અંતે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું હતું. હવે આવતીકાલે બેઠક મળશે. આમ આજની બેઠકમાં વહિવટી તંત્રએ અગાઉની બેઠકમાં જે નિર્ણયો થયા છે તે મુજબની કામગીરી કરી છે કે નહીં તેની ચકાસણી કરવામાં જ પુરી થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.